News of Friday, 17th May 2024
ડેડીયાપાડાના ઘાટોલી પાસે નાકાબંધી કરી રૂ. 3.46 લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી એલસીબી,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઘાટોલી ગામ પાસેથી એલસીબી નર્મદાની ટીમે નાકાબંધી કરી લાખો નો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
જેમાં જાણવા મળ્યા મુજબ પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક,નર્મદા નાઓએ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અને જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નાબુદ કરવાની કામગીરી કરવા તેમજ આગામી તહેવારો ને ધ્યાને લઇ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી પ્રોહીબીશનના કેસો કરવાની કડક સૂચના આપતા આર.જી ચૌધરી, પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી,નર્મદાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો પ્રોહી. અંગેની વોચ તેમજ પેટ્રોલીંગમા ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં હતા એ દરમ્યાન હે.કો. વિજયભાઈ ગુલાબસીગ એલ.સીબી. નર્મદાનાઓને હકીકત મળેલ કે ડેડીયાપાડા તરફથી મોવી તરફ એક ઈકો ગાડી દારુ ભરેલી જનાર છે. જેથી ડેડીયાપાડા પો.સ્ટે વિસ્તારના ઘાટોલી ગામના બસ સ્ટેશન પાસે નાકાબંદી કરી કુલ રૂ ૩,૪૬,૧૦૦/- પ્રોહી. મુદ્દામાલ તથા ત્રણ આરોપીઓમાં (૧) દિલીપ માદુસીગ વસાવા( રહે. કોલીવાડા (પનગામ) તા.ડેડીયાપાડા જી.નર્મદા )(૨) દેવેન્દ્ર જગુભાઈ વસાવા( રહે.બિતાડા તા.નાદોદ જી.નર્મદા) (3) અશ્વિન રમેશભાઈભાઈ વસાવા( રહે.કોલીવાડા (પનગામ) તા.ડેડીયાપાડા જી.નર્મદા) ને ઝડપી પાડ્યા હતા જ્યારે ગુલો ઉર્ફે ગુલાબ વસાવે(રહે. સોરાફળી તા. અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરી નર્મદા એલસીબી એ ગુનો દાખલ કર્યો છે
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
