<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ભરૂચ મદદનીશ નિયામક ફેક્ટરી ખોલવા બાબતે અરજદાર પાસેથી રૂ.1.25 લાખની લાંચ લેતા ઝડપાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:ફરીયાદ કરનાર એક જાગૃત નાગરિકે નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનનાં નકશા મંજુર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પ્રફોર્મા મુજબ અરજી કરી હતી. જે અરજીમાં આક્ષેપિતે ક્વેરી કાઢેલ હોય જે ક્વેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે મદદનીશ નિયામક એ રૂ.૧,૨૫, ૦૦૦ ની માંગણી કરી હોય જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, એ.સી.બી.
એ લાંચના છટકાનું આયોજન કર્યું અને તે દરમ્યાન જીગર પટેલ એ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વિકારી પકડાઇ જઇ ગુનો કરતા એ.સી. બી.એ કાયદેસર કાર્યવાહી કરી છે.
  આ કેસમાં ટ્રેપીંગ અધિકારી તરીકે આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. સુરત તથા  એ.સી.બી. સ્ટાફ તથા સુપર વિઝન અધિકારીમાં પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, ઇન્ચાર્જ એ.સી.બી. સુરત એકમ, સુરત નાઓએ આ સફળ છટકું ગોઠવ્યું હતું.

(12:14 AM IST)