<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ગુજરાત ભાજપના ૨૦૦ જેટલા આગેવાનો અન્‍ય રાજયના ચૂંટણી પ્રચાર-વ્‍યવસ્‍થામાં ઉતારાતા સચિવાલય અને મંત્રી બંગલા ખાલીખમ !

સીઆર પાટીલ, હર્ષ સંઘવીને વારાણસી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાને હરિયાણા, પ્રદિપસિંહ રાયબરેલીમાં જવાબદારી સંભાળશે

અમદાવાદ તા. ૧૭ : ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૨૫ લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પૂરૂં થયા બાદ પ્રદેશ અને રાષ્ટ્રીય સ્‍તરના આગેવાનોને તેના પ્‍લાન મુજબ જુદા જુદા રાજયોમાં જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારીના ભાગરૂપે આ તમામ આગેવાનો ચૂંટણી વ્‍યવસ્‍થામાં જોતરાઈ ગયા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ આગેવાનો અન્‍ય રાજયોના ચૂંટણીના પ્રચાર પ્રસાર અને વ્‍યવસ્‍થામાં ઉતારવામાં આવ્‍યા છે. અંદાજે ૨૦૦ જેટલા આગેવાનો ઉત્તર પ્રદેશ, મધ્‍યપ્રદેશ, વારાણસી, હરિયાણા સહિતના રાજયોમાં પહોંચી ચૂક્‍યા છે. ત્રણ તબક્કાની ગુજરાતની ચૂંટણી પૂરી કરીને આ તમામ આગેવાનો વિવિધ મતવિસ્‍તારમાં જવાબદારી નિભાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના મતવિસ્‍તારમાં સી આર પાટીલ, રાજયના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો વારાણસીમાં જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાત લોકસભાના અમરેલી ક્‍લસ્‍ટરના પ્રભારી અને પૂર્વ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાને હરિયાણા ખાતે આવેલી અનંતપુર સહિતની લોકસભા વિસ્‍તારની જવાબદારી સોપવામાં આવી છે.

પૂર્વ ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને રાયબરેલી લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ હાર્દિક પટેલને ઉત્તર પ્રદેશના અલગ અલગ પોકેટમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. અમરેલી અને ભાવનગરમાંથી મહેશ કસવાલા, કૌશિક વેકરીયા, જેવી કાકડીયા, જીતુ વાઘાણીને પંજાબના હરિયાણામાં મોકલવામાં આવ્‍યા છે. એવી જ રીતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાને જમ્‍મુ કાશ્‍મીર, કુબેર ડીંડોર, ભીખુસિહ પરમાર અને કુવરજી હળપતિને ઓરિસ્‍સા જયારે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પヘમિ બંગાળ બચુભાઈ ખાબડને મધ્‍યપ્રદેશ મોકલવામાં આવ્‍યા છે.

(11:03 AM IST)