<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ખાદ્યતેલની આયાત ૬ મહિનામાં ૧૨% ઘટી

જો કે એપ્રિલ મહિનામાં ૨૬ ટકા વધી આયાત

અમદાવાદ તા. ૧૭ : ભારતમાં નવેમ્‍બર ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૪ સુધીના છ મહિનામાં વનસ્‍પતિ તેલની આયાતમાં ૧૨% ઘટાડો જોવા મળ્‍યો છે, જેનું મુખ્‍ય કારણ સ્‍ટોક અને ભાવની વધઘટ છે.

જોકે, સોલવન્‍ટ એક્‍સટ્રેક્‍ટર્સ એસોસિયેશન ઓફ ઈન્‍ડિયાના જણાવ્‍યા અનુસાર, ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે એપ્રિલમાં તેલની આયાતમાં ૨૬%નો વધારો થયો છે.

એપ્રિલ ૨૦૨૪ દરમિયાન આયાત ૧૩,૧૮,૫૨૮ ટન નોંધાઈ હતી જે એપ્રિલ ૨૦૨૩ માં ૧૦,૫૦,૧૮૯ ટન હતી, જેમાં ૧૩,૦૪,૪૦૯ ટન ખાદ્ય તેલ અને ૧૪,૧૧૯ ટન બિન ખાદ્ય તેલનો સમાવેશ થાય છે. નવેમ્‍બર ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૪ દરમિયાન વનસ્‍પતિ તેલની એકંદર આયાત ૭૧,૪૮,૬૪૩ ટન નોંધાઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૮૧,૧૦,૩૮૧ ટન હતી, જે ૧૨%ઓછી છે.અગ્રણી ખાદ્યતેલ ઉત્‍પાદક કંપનીના એમડી પ્રિયમ પટેલે જણાવ્‍યું હતું કે, ‘એપ્રિલમાં રિફાઈન્‍ડ બ્‍લીચ્‍ડ ડીઓડોરાઈઝ્‍ડ  પામ ઓઈલ, ક્રૂડ પામ ઓઈલ , સોયાબીન તેલ  અને સૂર્યમુખી તેલ જેવા મુખ્‍ય વનસ્‍પતિ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો હતો.

આ ભાવ ઘટાડા સાથે, પાઇપલાઇન સ્‍ટોકમાં ઘટાડો થવાથી આયાતમાં વધારો થયો. ખાસ કરીને, RBD પામ ઓઈલ અને CPOના આંતરરાષ્ટ્રીય ભાવમાં ટન દીઠ લગભગ ૧૦૦ ડોલરનો ઘટાડો થયો છે, જયારે સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલના ભાવમાં છેલ્લા એક મહિનામાં અનુક્રમે ઼૪૦ અને ૧૫ ડોલર પ્રતિ ટનનો ઘટાડો થયો છે.

(11:37 AM IST)