<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

વડોદરા પોલીસ કમિશનરની સુપુત્રી દિશિતાએ ધો. ૧૨માં પણ યશસ્‍વી સિધ્‍ધિ હાંસલ કરી

સિનિયર આઇપીએસ નરસિંહમાં કોમાર અને જાણીતા ડિઝાઇનર શારદાબેનની સુપુત્રી અકિલા સાથેની વાતચીતમાં પ્રેરણાદાયી વાત કહી હું મોબાઇલનો ઉપયોગ કરૂં છું, પણ સોશ્‍યલ મીડિયાથી દૂર રહુ છું : સીબીએસઇ બોર્ડ ધોરણ ૧૦માં ગુજરાતમાં ટોપર પણ રહી હતીઃ અભિનંદન વર્ષા અવિરત

રાજકોટ,તા. ૧૭: સીબીએસઇ બોર્ડ ધોરણ ૧૦-૧૨ બોર્ડમાં અમદાવાદની બોપલ વિસ્‍તારની તુલીપ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલનું ૧૦૦ ટકા રિઝલ્‍ટ આવવા સાથે ધોરણ-૧૦માં ટોપર રહેલ દિષિતા કોમારે ધોરણ ૧૨ સાયન્‍સ સીબીએસઇ બોર્ડમાં પણ ઝળહળતી સિધ્‍ધિ હાંસલ કરી પરિવાર અને સ્‍કૂલનું ગૌરવ વધારેલ છે.

દિશીતા સ્‍વચ્‍છ છબી ધરાવતા રાજ્‍યના ખૂબ જ મહેનતુ એવા સિનિયર આઇપીએસ અને વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારના પુત્રી છે.

દિશીતાના મમ્‍મી પણ શારદાબેન પણ ખૂબ સારા ડિઝાઇનર છે. બંનેની પ્રાયોરિટી પણ પુત્રી દિશીતાનું એજ્‍યુકેશન છે. અકિલા સાથેની વાતચીતમાં દિશીતાએ જણાવેલ કે મે જાતે જ દરેક વિષયની નોટ્‍સ બનાવેલ અને રોજ નિયમિત ૭ થી ૮ કલાક વાંચનનો મંત્ર બનાવેલ. માતા-પિતા જેવા સરળ સ્‍વભાવની દિશીતા કે જેણે નીટની એકઝામ આપેલ છે. તેણી સામાન્‍ય લોકોની સેવા કરવા તબીબ બનવાની મહેચ્‍છા રાખે છે. દિશીતાની આવી વિરલ સિધ્‍ધિ બદલ દેશભરના આઇપીએસ/ આઇએએસ અધિકારીઓ દ્વારા અભિનંદનવર્ષા અવિરત ચાલુ છે.

દિશીતાએ અકિલા સાથેની વાતચીતમાં એક ખૂબ મહત્‍વની વાત એ કરી કે હું મોબાઇલનો જરૂરી ઉપયોગ કરૂં છું, પણ સોશ્‍યલ મીડિયાના ઉપયોગથી દૂર રહુ છું. ઉચ્‍ચ કારકિર્દી ઘડવા માગતા દરેક સ્‍ટુડન્‍ટસ માટે આ ખૂબ પ્રેરણાદાયક ઉમદા વિચાર છે.

(11:52 AM IST)