News of Friday, 17th May 2024
ઇલેકટ્રીકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા તા. ર૦ થી ર૩

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૭ :.. સચિવશ્રી, લાયસન્સીંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર મારફત રાજયના જુદા જુદા કેન્દ્રો ખાતે તા. ર૦-પ- થી ર૩-પ દરમિયાન સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવનાર છે. પરીક્ષામાં પ્રવેશ પાત્ર ઉમેદવારોના નામ, રોલ નંબર તેમજ પરીક્ષાનું વિગતવાર સમય પત્રક આ ખાતાની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
