News of Friday, 17th May 2024
SGVP સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા ખાતે ચાલી રહેલ : બાલ શિબિરમાં માતૃપિતૃનો હ્રદય ગમ્ય કાર્યક્રમ : બાળકોએ પોતાના માતાપિતાનું પૂજન કરી આરતિ ઉતારી

અમદાવાદ તા. 16 SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે
SGVP સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા ખાતે ચાલી રહેલ સંત્સંગ બાલ શિબિરમાં 225 જેટલા બાલ બાલિકાઓ જોડાયા છે.
આ પ્રસંગશિબિરના અંતિમ દિવસે માતૃપિતૃ વંદનાના ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ.જેમાં 500 ઉપરાંત માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાને દંડવતકરી, પૂજનકરી આરતિ ઉતારી હતી.માતા પિતાએ બાળકોને મીઠાઇ ખવરાવી આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે અમેરિકા સત્સંગ પ્રવાસે પધારેલા સંસ્થાના અધ્યક્ષ શાસ્ર્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલીફોન દ્વારા આશીર્વાદ આપતા જણાવ્યુ હતું કે SGVP ઇન્ટરેશનલ સ્કુલ રીબડા જ્યા આધુનિક ઉચ્ચ શિક્ષણ સાથે સંસ્કાર આપવામાં આવે છે.
ભારતના તમામ ધર્મો માતાપિતા પ્રત્યે આદરભાવ રાખવા શીખવાડે છે.આપણા વેદો પણ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિદેવો ભવ શીખવાડે છે.માટે માતા પિતાને દેવમાની તેના પ્રત્યે પૂજ્ય ભાવ રાખી તેની આજ્ઞામાં રહેવુ.
આ પ્રસંગે બાળકોએ સંસ્કાર સભર કાર્યક્રમ રજૂ કર્યા ત્યારે વાલીઓએ તાળીઓનાગડગડાટ સાથે બાલકોને વધાવ્યા હતા -------કનુભગત
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
