News of Friday, 17th May 2024
૧પ.૯૦ લાખના મુદામાલ સાથે ઝડપાયેલ રવનીના ડબલ મર્ડર કેસના આરોપીના રિમાન્ડની તજવીજ
જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની આગેવાનીમાં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. જુનાગઢ જીલ્લાના વંથલી પો. સ્ટે. વિસ્તારના રવની ગામની સીમમાં બનેલ ડબલ મર્ડરના ગુન્હાના સંડોવાયેલ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢની ટીમે ઝડપી પડેલ છે. અને રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.
ફરીયાદ મુજબ આ કામના ફરીયાદીના ભત્રીજાના દિકરા મરણજનાર જીહાલે સલીમ હબીબ સાધ રહે. રવની વાળાનું આજથી આશરે એકાદ વર્ષ પહેલા ખુન થયેલ તે વખતે સલીમનું લોકેશન આપી ગુન્હો કરવામાં લતીફ સાંધને મદદ કરેલ હોય. જેથી આ કામના આરોપીઓએ આ બાબતનું જુનું મનદુખ રાખી આરોપી હુસેન અલારખા સાંધએ ફરી. તથા સાહેદ શરીફભાઇ તથા સાહેદ હબીબભાઇને અગાઉથી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓએ અગાઉથી પ્લાન બનાવી ગુનાહીત કાવતરૂ રચી ફરીયાદીની વાડીની બાજુના વોકળામાં છુપાઇ આરોપી નં.૧ થી ૬ નાઓએ એકસંપ કરી તમામે પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ ગે.કા. મંડળી રચી આરોપીઓએ બંદુક તેમજ લાકડી તેમજ લોખંડના પાઇપ જેવા હથિયાર ધારણ કરી આરોપી નં.૧ તથા ૩ નાએ બંધુક વડે મરણજનાર રફીક પર ફાયરીંગ કરી તેમજ આરોપી નં.૬ નાએ બંધુક વડે મરણજનાર જીહાલ પર ફાયરીંગ કરી બંનેના મોત નિપજાવી જીલ્લા મેજી.શ્રી, ના જાહેરનામાનો ભંગ કરી ખુનના ગુન્હાને અંજામ આપી ગુન્હો કરેલ છે. જે અંગે વંથલી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૬૮૨૪૦૨૩૯/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૧૨૦બી, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-એ), ૨૭(૩) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા.૧૧/૦૫/૨૦૨૪ ના રોજ રજી થયેલ.
કામગીરીની વિગત
આ કામે ઉપરોકત ગંભીર ગુન્હો દાખલ થતા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ સદરહૂ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક અસરથી વહેલી તકે પકડી પાડવા સુચના કરવામાં આવેલ તેમજ સદરહું ડબલ મર્ડરના બનાવ બાબતે તાત્કાલીક તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા હુકમ કરવામાં આવેલ.
જે ઉપરોક્ત સુચના અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ નાઓએ ત્વરીત તપાસ સંભાળી લઇ ફરીયાદમાં જણાવેલ આરોપીઓને શોધવા અલગ-અલગ ટીમો બનાવેલ. જેમાં સર્વેલન્સ ટીમ, ટેકનીકલ ટીમ તેમજ તપાસ ટીમોનો સમાવેશ કરવામાં આવેલ. જેમાં ટેકનીકલ ટીમ દ્વારા બનાવ સ્થળની વીજીટ કરી તાત્કાલીક બનાવ સ્થળ પરથી જરૂરી વિગતો એકઠી કરી બનાવમાં સંડોવાયેલ આરોપીઓ અંગે માહિતી એકત્રીત કરી સર્વેલન્સ ટીમના પો.સ.ઈ.શ્રી ડી.કે.ઝાલાનાઓને સર્વેલન્સ દ્વારા અલગ-અલગ એગંલ બાબતે માર્ગદર્શન આપી વિગતો મેળવવા સુચના કરવામાં આવેલ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો તથા વંથલી પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી વાય.બી.રાણા તથા વંથલી પો.સ્ટાફના માણસો દ્વારા રાત્રી દરમ્યાન આરોપીઓને શોધવા પુરતા પ્રયાસો કરવામાં આવેલ. પરંતું તમામ આરોપીઓ અલગ-અલગ વિસ્તારોમાં છુપાયેલ હોય. જેમાં સર્વેલન્સ ટીમ દ્વારા ફરીયાદમાં જણાવેલ બે આરોપીઓ (૧) રહીમ ઉર્ફે ખુરી ઇસાભાઇ સાંધ રહે. ઝાપોદડ તા.વંથલી તથા (૨) હુશેન અલારખા સાંધ રહે. રવની ગામ તા.વંથલી નાઓ પોતાની ગાડીમાં ગોધરા થઇ ઇન્દોર ખાતે ગયેલાનુ જણાય આવતા તેઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા પોતાની ટીમ સાથે રવાના થઇ ઇન્દોર ખાતે જઇ વધુ સર્વેલનસ આધારે સ્થાનીક સોર્સ ઉભા કરી હકિકત મેળવેલ કે ઉપરોકત નાશી ગયેલ બન્ને આરોપીઓ ઇન્દોર થી ઉજ્જૈન માર્ગે દિલ્હી પહોંચેલ છે. અને ત્યાંથી પરત જયપુર ખાતે આવનાર છે. જે હકિકત આધારે સર્વેલનસ ટીમ જયપુર ખાતે પહોંચી જઇ સર્વેલનસ આધારે આરોપીઓ ઉપર વોચ રાખેલ અને આરોપીઓ કિયા કાર જીજે-૧૧-સીએ-૦૩૦૩ ની લઇને નીકળેલ હોવાની હકિકત મેળવેલ. જે આધારે વોચ ગોઠવતા હકિકત મુજબના આરોપીઓ કાર સહિત જયપુર ખાતેથી મળી આવતા બન્ને આરોપીઓને રાઉન્ડ અપ કરી જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ.
ત્યારબાદ બાકીની ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા હ્યુમન સોર્સ તેમજ ઉપરોકત પકડાયેલ બન્ને આરોપીઓએ જણાવેલ હકિકત આધારે ત્રણ આરોપી જેમાં (૧) જુમા હબીબ સાંધ રહે. રવની તા.વંથલી (૨) પોલાભાઇ યુસુફભાઇ સાંધ રહે. ઝાપોદડ તા.વંથલી તથા (૩) હનીફ ઇસ્માઇલભાઇ સાંધ રહે. રવની તા.વંથલી વાળાઓને તલીયાધર ખાતે હોવાની હકિકત આધારે પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લાવવામાં આવેલ. તેમજ બીજી ટીમ દ્વારા બાકી બે આરોપીઓ જેમાં (૧) અબ્દુલ ઉર્ફે અબલો ઇબ્રાહીમભાઇ સાંધ રહે. રવની તા.વંથલી (૨) ઇસ્માલ ઇબ્રાહીમભાઇ સાંધ રહે. રવની તા.વંથલી વાળાઓને ઘંટીયા ગામની સીમમાંથી પકડી પાડવામાં આવેલ અને તમામ આરોપીઓની ગુન્હાના કામે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ.
તપાસ દરમ્યાન
ફલીત થયેલ હકિકત
તપાસ દરમ્યાન આરોપીઓની પુછપરછમાં એવી હકિકત બહાર આવેલ છે કે તમામ આરોપીઓએ ભેગા મળી એક વર્ષ પહેલા સલીમ સાંધનુ મર્ડર થયેલ હોય તેનુ મનદુઃખ હોય તેમજ આ કામના મરણ જનાર બીજા વ્યકિતઓ સાથે મળી આ કામના આરોપીને મારી નાંખવા માટેનુ કાવતરૂ ઘડતા હોવાની હકિકત મળેલ હોય જેથી તમામ આરોપીઓએ મરણ જનારને મારી નાંખવાનુ પ્લાન ઘડી કાઢેલ. જે પ્લાન મુજબ છેલ્લા પંદરેક દિવસથી મરણ જનારની હીલચાલ ઉપર નજર રાખવાનુ શરૂ કરેલ અને નક્કી થયેલ પ્લાન મુજબ આરોપી (૧) રહીમ ઉર્ફે ખુરી ઇસાભાઇ સાંધ રહે. ઝાપોદડ તા.વંથલી તથા (૨) હુશેન અલારખા સાંધ રહે. રવની ગામ તા.વંથલી નાઓના ફરીયાદમાં નામ ન આવે તેવા હેતુસર અગાઉથી જ જૂનાગઢ છોડી ગોધરા ખાતે જતા રહેલ અને બનાવ બન્યા બાદ પ્લાન મુજબ મોબાઇલ બંધ કરવાના હોય એક જીઓનુ ઇન્ટરનેટ માટેનુ ડોંગલ અને અલગ નંબરથી વોટસઅપ નંબર શરૂ કરી દિધેલ. અને બાકીના આરોપીઓએ હથિયારો ધારણ કરી મરણ જનારની વાડીની આસ-પાસ છુપી રીતે ગોઠવાઇ જઇ મરણ જનાર બન્ને ઉપર ઓંચીતો હુમલો કરી ફાયરીંગ કરી મોત નીપજાવી જેમાં આરોપી જુમ્મા હબીબભાઇ સાંધ, ગામેતી ઉવ.૨૮ રહે. રવની રામમંદિર પાસે તા.વંથલીના પાસે બાર બોર રીવોલ્વર તેમજ દેશી હાથ બનાવટના તમંચા વડે ફાયરીંગ કરેલ તેમજ આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે પોલો ઇશાભાઈ સાંધ, ગામેતી ઉવ.૩૪ રહે. ઝાપોદડ જુનુ રામમંદિર પાસે તા. વંથલીના પાસે દેશી હાથ બનાવટની જામગરી તેમજ દેશી પીસ્તલ દ્વારા ફાયરીંગ કરેલાની હકિકત જણાયેલ અને બીજા આરોપીઓ તેમની મદદ માટે આજુ-બાજુમાં છુપાઇને બેસેલ. જે તમામ હથિયારો આંબલીયા ગામ નજીક આવેલ વોકળામાં છુપાવેલાની હકિકત જણાવતા તમામ હથિયારો ડીસ્કવરી પંચનામાની વિગતે કબ્જે કરવામાં આવેલ છે. તેમજ જીવતા કાર્ટીસ પણ મળી આવતા કબ્જે કરેલ છે. તેમજ સદરહુ બનાવમાં અન્ય સહઆરોપીઓની સંડોવણી છે કે કેમ ? તેમજ બનેલ બનાવ અંગે રી-કંટ્રકશનની કાર્યવાહી ચાલુમાં છે તેમજ વધુ તપાસ અર્થે આરોપીઓના રીમાન્ડ મેળવવા તજવીજ ચાલુ છે.
પકડાયેલ આરોપીના નામ તથા ગુન્હાહીત ઇતિહાસ
ર્ં (૧) રહીમ ઉર્ફે ખુરી સ/ઓ ઇશાભાઇ હાસમભાઇ સાંધ, ગામેતી ઉવ.૩૨ રહે. હાલ રવની ગામ, તા. વંથલી મુળ રહે. ઝાંપોદડ, જુના રામ મંદિરની બાજુમાં તા. વંથલી
(૧) વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૪૦૨૩૯/૨૦૨૪ IPC કલમ ૩૦૨, ૧૨૦(બી), ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)એ, ૨૭(૩) તથા GPA ક.૧૩૫ મુજબ
(૨) વંથલી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૦૦૪૪૪ IPC કલમ ૩૦૭, ૩૨૬,૩૨૪,૩૮૪, ૧૨૦(બી), ૫૧૧ તથા આર્મ્સ એક્ટ ક. ૨૫(૧-બી)એ તથા GPACT ક.૧૩૫ મુજબ (૩) પાટણવાવ પો.સ્ટે. રાજકોટ ગ્રામ્ય ગુ.ર.નં. ફ. ૧૭/૧૮ IPC કલમ ૩૦૨,૩૬૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા GPACT કલમ ૧૩૫ મુજબ
(૪) વંથલી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૧૦૨૮૭IPC કલમ ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪ તથા આર્મ્સ એક્ટ ક.૨૫(૧-બી)એ મુજબ
ર્ં (૫) સી ડીવીઝન પો.સ્ટે.ગુ.ર.નં. && ૪૨/૧૫ આર્મ્સ એકટ ક.૨૫(૧-બી) એ, ૨૯ મુજબ
ર્ં (૬) વંથલી પો.સ્ટે.ગુ.ર.નં. સેકન્ડ ૫૫/૧૮ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા GP Act કલમ ૧૩૫
(૭) વંથલી પો.સ્ટે.ગુ.ર.નં. થર્ડ ૨૮૨/૧૫ પ્રોહી કલમ ૬૫(એ)ઇ, ૧૧૬(૨), ૮૧, ૯૮, ૯૯ મુજબ
ર્ં (૮) વંથલી પો.સ્ટે.ગુ.૨.નં. થર્ડ ૪૨/૧૪ પ્રોહી કલમ ૬૬(બી), ૬૫(એ)ઇ, ૧૧૬(૨) મુજબ
(૯) તાલાળા પો.સ્ટે., ગીર સોમનાથ ગુ.ર.નં. થર્ડ ૫૪/૧૪ પ્રોહી કલમ ૬૬(બી), ૬૫(એ) ઇ, ૧૧૬(૨) મુજબ
ર્ં (૨) હુશેન સ/ઓ અલારખાભાઇ ઇબ્રાહીમભાઇ સાંધ, ગામેતી ઉવ.૪૫ રહે. રવની ગામ, રામ મંદિરની બાજુમાં તા. વંથલી
(૧) વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૪૦૨૩૯/૨૦૨૪ IPC કલમ ૩૦૨, ૧૨૦(બી), ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)એ, ૨૭(૩) તથા ક.૧૩૫ મુજબ
(૨) પાટણવાવ પોલીસ સ્ટેશન જી. રાજકોટ ગ્રામ્ય ગુ.ર.નં. ફ. ૧૭/૧૮ IPC કલમ ૩૦૨, ૩૬૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦ (બી) તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા કલમ ૧૩૫ મુજબ
(૩) જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૫૨૩૦૧૨૬ આઇ.પી.સી. કલમ ૫૦૪,
(૪) જૂનાગઢ તાલુકા પો.સ્ટે.સે.૭૫/૧૮ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯ કલમ ૧૩૫
ર્ં (૩) ઇમ્તીયાઝ ઉર્ફે પોલો ઇશાભાઇ સાંધ, ગામેતી ઉવ.૩૪ રહે. ઝાપોદડ જુનુ રામમંદિર પાસે તા. વંથલી .
વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૪૦૨૩૯/૨૦૨૪ કલમ ૩૦૨, ૧૨૦(બી), ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)એ, ૨૭(૩) તથા ક.૧૩૫ મુજબ
વંથલી પોલીસ સ્ટેશન જી. જૂનાગઢ ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૦૦૪૪૪ કલમ ૩૦૭, ૩૨૬,૩૨૪, ૩૮૪, ૧૨૦(બી), ૫૧૧ તથા આર્મ્સ એક્ટ ક.૨૫(૧-બી)એ તથા GPACT ક.૧૩૫ મુજબ
વંથલી પોલીસ સ્ટેશન જી. જૂનાગઢ ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૦૦૪૪૫ ત્ભ્ઘ્ કલમ ૩૯૨, ૫૦૬(૨), ૧૧૪ મુજબ.
જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૩૦૨૫૨૧૦૪૩૫ આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
ર્ં (૪) જુમ્મા હબીબભાઈ સાંધ, ગામેતી ઉવ.૨૮ રહે. રવની રામમંદિર પાસે તા.વંથલી
વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૩૩/૨૦૧૯ પ્રોહી ક. ૬૫ઇ ૯૮(૨) મુજબ
ર્ં (૫) હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલભાઇ સાંધ, ગામેતી ઉવ.૩૩ રહે. રવની રામમંદિર ચોક તા.વંથલી
વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૪૦૨૩૯/૨૦૨૪ IPC કલમ ૩૦૨, ૧૨૦(બી), ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)એ, ૨૭(૩) તથા GPA ક.૧૩૫ મુજબ
પાટણવાવ પોલીસ સ્ટેશન જી. રાજકોટ ગ્રામ્ય ગુ.ર.નં. ફ. ૧૭/૧૮ IPC કલમ ૩૦૨,
૩૬૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા
GPACT કલમ ૧૩૫ મુજબ વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૪૦૦૯૨ જુગાર ધારા કલમ ૪-૫ મુજબ
ર્ં (૬) હબીબભાઇ ઇબ્રાહીમભાઇ સાંધ, ગામેતી ઉવ.૭૫ રહે. રવની રામમંદિર પાસે તા. વંથલી
(૭) ઇસ્માઇલ ઇબ્રાહીમભાઇ સાંધ, ગામેતી ઉવ.૭૦ રહે. રવની રામમંદિર પાસે તા.વંથલી
કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૩૦૨૧૦૩૧૭/૨૧ ઇ.પી.કો.ક. ૨૬૯ મુજબ
કબ્જે કરેલ હથિયારો
તથા અન્ય મુદામાલ
(૧) દેશી હાથ બનાવટની જામગરી-૧ કિ.રૂા. ૫,૦૦૦/-
(૨) બાર બાર જોટો-૧ કિ.રૂા. ૨૦,૦૦૦/-
(૩) દેશી હાથ બનાવટનો તમંચો-૧ કિ.રૂા. ૫,૦૦૦/-
(૪) દેશી હાથ બનાવટની પિસ્તલ-૧ કિ.રૂા. ૨૦,૦૦૦/- (૫) જીવતા કાર્ટીસ નંગ- ૬ કિ.રૂા. ૬૦૦/-
(૬) છરા નંગ-૪૦ કિ.રૂા. ૦૦/૦૦
(૭) ગન પાવડર-આશરે ૫૦ ગ્રામ કિ.રૂા. ૦૦/૦૦
(૮) મોબાઇલ ફોન-૪ કિ.રૂા. ૩૧,૦૦૦/-
(૯) જીઓ કંપનીનુ ઇન્ટરનેટ ડોંગલ-૧ કિ.રૂા. ૧,૦૦૦/-
(૧૦) રોકડા રૂા.૮, ૨૦૦/-
(૧૧) કિયા કાર-૧ કિ.રૂા. ૧૫,૦૦,૦૦૦/-
કુલ કિ.રૂા. ૧૫,૯૦,૮૦૦/-
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ, પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા, શ્રી ડી.એમ.જલુ તથા પો.સ્ટાફના વિક્રમભાઇ ચાવડા, સાહીલભાઇ સમા, દિપકભાઇ બડવા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, દિવ્યેશભાઇ ડાભી, જયદિપભાઇ કનેરીયા, ચેતનસિંહ સોલંકી, વનરાજસિંહ ચુડાસમા, ભરતભાઇ સોલંકી, નિકુલભાઇ પટેલ, વિજયભાઇ બડવા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, પુંજાભાઇ ભારાઇ, મહેન્દ્રભાઇ ડેર, મયુરભાઇ કોડીયાતર, જગદિશભાઇ ભાટુ, વનરાજભાઇ ચાવડા, વરજાંગભાઇ બોરીચા, જયેશભાઇ બાંભણીયા વિગેરે સાથે રહી આ કામગીરી કરેલ છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
