તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Friday, 17th May 2024
વડોદરામાં કારેલીબાગ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘનશ્યામ દ્વિદશાબ્દી મહોત્સવ
તા. ર૧ થી ર૭ સુધી આયોજન : રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ : જ્ઞાનજીવનદાસજી સ્વામી પ્રેરક

રાજકોટ, તા. ૧૭ : શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, અંબાલાલ પાર્ક પાસે, વડોદરા (મો. ૯૬૦૧ર ૯૦૦૦પ) ખાતે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તા. ર૧ થી ર૭ મે સુધી ઘનશ્યામ દ્વિદશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
મહોત્સવની નિમંત્રણ પત્રિકામાં જણાવાયું છે કે શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં વિરાજમાન ઘનશ્યામ મહારાજે છેલ્લા ૨૦ વર્ષોથી ભક્તોને ખૂબ સુખ આપ્યું છે. એ ઘનશ્યામ મહારાજ વગેરે દેવોના ૨૦મા પાટોત્સવ પ્રસંગે ગુરુજી શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તા. ૨૧ થી ૨૭ મે, ૨૦૨૪ દરમ્યાન શ્રીઘનશ્યામ દ્વિદશાબ્દી મહોત્સવનું અદકેરું આયોજન નિરિલ છે.
મહોત્સવમાં રોજ સવારે શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી શ્રીહરિલિખિત શિક્ષાપત્રીભાષ્યની રહસ્યાત્મક કથાનો લાભ આપશે. બપોર પછી શ્રીદયાનંદ સ્વામી વિરચિત શ્રીહરિચરિત્રચિંતામણિ ગ્રંથની કથા સાધુ શ્રીઈશ્વરચરણદાસજી સ્વામી સંભળાવશે. આ ઉપરાંત બાલ-બાલિકા, યુવા-યુવતી અને પ્રૌઢ-પ્રૌઢાઓના સત્સંગ-પોષણ માટે વિભાગ વાઇઝ તેમની સ્પેશ્યલ શિબિરો પણ થશે.
આ અવસરે વડતાલધામ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં મહાસંમેલન તથા દિવ્ય રવિસભા યોજાશે. તેમાં વડતાલધામ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણપદ વિમોચિત થશે, આ પ્રસંગે ધામધામના અનેક સંતો પધારશે. તથા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ વિદેશથી વર્ચ્યુઅલી આશીર્વાદ પાઠવશે.
પંચાળાના થ્રીડી રાસનું લોંચિંગ વરિષ્ઠ સંતોના વરદહસ્તે થશે. આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ અને નંદસંતોએ પંચાળામાં લીધેલ એ દિવ્ય રાસને હૂબહૂ તાર્દશ્ય કરાવી દે; એવું નવલું નજરાણું જયારે આપણે પ્રથમ વાર નિહાળીશું, ત્યારે આબાલ-વળદ્ધ સહુનું ચિત્ત શ્રીહરિમાં તલ્લીન થઈ જશે.
હમણાં ચુંટાયેલ ગઢપુરધામ તથા જૂનાગઢધામના ટેમ્પલ બોર્ડના સર્વે સભ્યોનું સુભગ સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવશે. તેમજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગથી શ્રીસ્વામિનારાયણ મંદિર, વાડી-વડોદરા સુધી તથા ત્યાંથી પુનઃ પરત કારેલીબાગ મંદિર સુધીની પ્રેમવર્ધક પદયાત્રા પણ યોજાશે. તેમાં હજારો હરિભક્તો ડગલે પગલે હરિસ્મરણ કરતા પૈદલ યાત્રા કરી પગલે પગલે પુણ્ય કમાશે અને તદુપરાંત શ્રીધનશ્યામ મહારાજનો અલૌકિક અભિષેક અને અનોખા અન્નકૂટના દર્શનનો લાખેણો લહાવો તો ખરો જ. આ મહોત્સવમાં અખંડ ધૂન, અખંડ મંત્રલેખન, અખંડ દંડવત,
અખંડ પ્રદક્ષિણા અને યજ્ઞ તથા સામૂહિક મહાપૂજા જેવા અનેકવિધ કલ્યાણકારી કાર્યક્રમોની બહુ મોટી હારમાળા સર્જાવાની છે. સમગ્ર મહોત્સવના યજમાનપદની સેવાનો લાભ અ.નિ.નિરવભાઈ જે. પટેલ કેનેડાવાળાની પુણ્યસ્મળતિમાં તેમના પિતાજી ૫.ભ. શ્રીજયેશભાઈ શામળદાસ પટેલ તથા તેમના બનેવી ૫.ભ.શ્રીમિતેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ વડોદરાવાળા (હાલ USA)ને પ્રાપ્ત થયો છે. સર્વે હરિભકતોને મહોત્સવનો લાભ લેવા નિમંત્રણ છે.
આપણા આત્મામાં મૂર્તિનું સુખ ભરી દે એવી કથાラવાતિ સાંભળવા તથા આ અવસરે ધામોધામથી પધારેલ મહાનુભાવ સંતોનાં દિવ્ય દર્શન, પ્રેરણાદાયી પ્રવચન અને ઉપરોક્ત સર્વે પ્રોગ્રામોનો પૂરેપૂરો પ્રત્યક્ષ લાભ લેવા આપ સહુ પરિવારજનો તથા મિત્રમંડળ સાથે અવશ્ય પધારશો; એવું અમારું ભાવભર્યું નિમંત્રણ છે.
સમગ્ર મહોત્સવનું યુ-ટયુબ Swaminarayan અને વેબસાઇટ www.swaminarayan bhagwan. org ઉપર લાઇવ પ્રસારણ થશે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
