<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

SVPI એરપોર્ટ નવા પાર્કિંગ સ્‍ટેન્‍ડ સાથે અપગ્રેડ કરાયું

૫ નવા પાર્કિંગ સ્‍ટેન્‍ડથી ફલાઇટ ઓપરેશન અને એરક્રાફટ પાર્કિંગની ક્ષમતા વધી

રાજકોટ,તા. ૧૭: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ (SVPIA) સુવિધાઓમાં સતત સુધારાઓ કરી રહ્યું છે. તાજેતમાં એરપોર્ટ પર ટર્મિનલ ૨ પર નવીનતમ પાંચ નવા પાર્કિંગ સ્‍ટેન્‍ડનો ઉમેરો કરવામાં આવ્‍યો છે, જેનાથી ફલાઇટ ઓપરેશન્‍સ અને એરક્રાફટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે.

આ વિસ્‍તરણ SVPIA ની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને પૂરી કરશે. SVPI એરપોર્ટ પર હવે પાર્કિંગ સ્‍ટેન્‍ડની સંખ્‍યા ૧૩ થી વધીને ૧૮ થઈ ગઈ છે. જે સ્‍થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્‍સ દ્વારા ઉપયોગમાં લેવાતા એરક્રાફટને એકોમોડેટ કરી શકે છે.

નવા સ્‍ટેન્‍ડ એરલાઇન્‍સને અમદાવાદમાં વધુ કનેક્‍શન ઉમેરવાની તક પૂરી પાડે છે. ટર્મિનલ ૨ પર હાલ ચાર એરોબ્રિજ કાર્યરત છે, નજીકના ભવિષ્‍યમાં તેમાં વધુ ૪ ઉમેરાતા કુલ ૮ એરોબ્રિઝની સુવિધા ઉપલબ્‍ધ થશે. એરપોર્ટે સ્‍ટેન્‍ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના ચાર એરોબ્રિજ પર મલ્‍ટીપલ એરક્રાફટ રેમ્‍પ સિસ્‍ટમ (MARS) પણ લાગુ કરી છે.

આ નોંધપાત્ર અપગ્રેડેશન સાથે ટર્મિનલ ૨ નીચેની એરક્રાફટ્‍સ હેન્‍ડલ કરી શકે છેઃ

બોઇંગ ૭૩૭/એરબસ A320 એરક્રાફટ જે સામાન્‍ય રીતે સ્‍થાનિક અને કેટલાક આંતરરાષ્ટ્રીય કેરિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.

૫ વાઈડબોડી એરક્રાફટ જેમ કે બોઈંગ ૭૭૭/૭૮૭ અથવા એરબસ A359 અને કાર્ગો કોલોસલ AN 124, ગ્‍૭૪૪, બેલુગા એરક્રાફટ મુખ્‍યત્‍વે આંતરરાષ્ટ્રીય એરલાઈન્‍સ દ્વારા સંચાલિત છે.

ટર્મિનલ ૨ હજ ઓપરેશન્‍સ માટે સાઉદી એરલાઇન્‍સ B747-400 એરક્રાફટ ૪૫૦-સીટર એરક્રાફટને હેન્‍ડલ કરવા માટે પણ સુસજ્જ છે. એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેન્‍જર ટ્રાફિકને જ નહીં પરંતુ ભવિષ્‍યમાં મોટા એરક્રાફટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. જેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્‍જર ફલાઇટ્‍સ સાથે ટેક્‍નિકલ હોલ્‍ટ્‍સ માટે દરવાજા ખોલે છે.

SVPI એરપોર્ટે આદિસ અબાબા સાથે જોડતી ઇથોપિયન એરલાઇન્‍સ સંચાલિત નવી બે-સાપ્તાહિક ડાયરેક્‍ટ કાર્ગો ફલાઇટનું પણ સ્‍વાગત કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પヘમિ ભારતના અગ્રણી ઉડ્ડયન હબ બનવાના લક્ષ્ય સાથે સતત વિકાસ અને અપગ્રેડેશન માટે પ્રતિબદ્ધ છે.

(4:12 PM IST)