News of Friday, 17th May 2024
અને ૧૦૦ થી વધુ હથિયાર અપરાધીઓએ સામેથી જમા કરાવ્યા, ગુજરાતના ઇતિહાસની અનેરી ઘટના
બોલીવુડની કાલ્પનિક ફિલ્મમાં ન જોયા હોય તેવા દ્રશ્યો જોઇ લોકોના ટોળેટોળા સુરતમાં ઉમટી પડયા હતા, અકિલા સાથે સુરત સીપીની વાતચીત : ડીસીપી ભગીરથ ગઢવીના નેતૃત્વમાં થયેલ કામગીરીના આખા ગુજરાતમાં વાયરલ થયેલ સમાચારો અંગે લોકો જે જાણવા ઉત્સુક છે, તેની રસપ્રદ કથા

તિરંગ ફિલ્મ માફક પહેલા સંવેદનશીલ વિસ્તારના વિવિધ ભાષાના લોકો સાથે બેઠક ત્યાર પછી માઇક દ્વારા વિનંતી, આ વિનંતી પછી શું થશે ? એ સમજતા લોકોએ ચોક વચ્ચે હથિયારનાં ઢગલા કરી દીધા : અનુપમસિંહ ગેહલોત
રાજકોટ તા.૧૭: દિવસો સુધી રેઢા રહેલા સુરત સહેરનાં લોકોના સદનસીબ અને અપરાધીઓનાં બદનસીબે અનુપમસિંહ ગેહલોત જેવા સતત જાગળત પોલીસ કમિશનર મળ્યા છે, તેમણે પોલીસ મથકોને અને બ્રાંચોને પોતાના માસ્ટર પ્લાન મુજબનો દર અઠવાડિયે કરવાની રૂપરેખા તૈયાર કરી તે મુજબ કરેલ કામગિરીનો રિપોર્ટ વિડિયો સહિત માંગવામાં આવતા સુરત શહેર ધમધમવા લાગ્યું છે. રીઢા ગુનેગારોને પોલીસ મથકે બોલાવવા, તેમના ઘર ચેક કરવા, તડીપાર થયેલ આરોપી બહાર છે? તેની ખાતરી કરવી વિગેરે ધમધમાટ શરૂ કરતાં લોકોમાં સુરત પોલીસ કમિ‘રનું અદકેરું માન છે, ત્યારે આવી પરંપરા વચ્ચે ગુજરાતના ઇતિહાસમાં ન થયો હોય તેવો અદભુત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
આ પ્રયોગ એટલે શહેરના સંવેદનશીલ અને જયા પચરંગી પ્રજા વસે છે તેવા ચોક્કસ વિસ્તારોમાં ઘરમાં છરી, ચાકા, તમંચા , ધોકા સહિતના હથિયારો છુપાવી તેનો ઉપયોગ ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થા જોખમાય તેવી પરિસ્થિત માટે હોય છે, આ બાબત કેન્દ્રમાં રાખી આવા વિસ્તારના આગેવાનો સાથે પ્રથમ મીટીંગ કરી, લોકોને પોતાના ઘરમાં છુપાવેલ હથિયારો સ્વેચ્છાએ સુપ્રત કરી દેવા પોલીસ કાફલો જાય, લોકોને દરેક ભાષા જે તે સમજાય તે રીતે આપવામાં આવે છે, તેને પબ્લિક સિસ્ટમ એડ્રેસીગ કહેવામાં આવે છે, તેમ અકિલા સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવેલ.
સિસ્ટમ્સની શરૂઆત પોતાના અધિકારીઓને સમજાવીને કરી હતી જેમાં સ્લમ વિસ્તાર જ્યાં ગુનાખોરીનો ગ્રાફ અવાર નવાર વધુ જોવા મળતો હોય તેવા વિસ્તારોને અસરકારક કામગીરી કરવા માટે પસંદ કરવામાં આવ્યું હતું. પહેલી તરફ અસંભાવી લાગતી પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ ને સંભવિત કરવાનું એક ભગીરથ કાર્ય પોલીસ કમિશનર સાથે ઝોન ૨ નાયબ પોલીસ કમિશનર ૨૧. ભગીરથ ગઢવીએ હાથ ધરી હતી અને ઉધના વિસ્તારોના સૌથી કુખ્યાત ગણાતો સંજય નગર પ્રભુનગર અને પટેલ નગર ઝુપડપટ્ટી માં ઉધના પીઆઇ દેસાઈ અને પોતાના સ્ટાફ સાથે નાયબ પોલીસ કમિશનર ઉપસ્થિતમાં અલગ અલગ કોમના અલગ અલગ રાજ્યના જે લોકો રહેતા હતા તેને તે લોકોની લેંગ્વેજ જેવી રીતે મરાઠી ગુજરાતી પંજાબી ઓડિયા અને ઉર્દુ ભાષાના પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી સમાજના આગેવાન સાથે રાખીને સંભવ પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ આ પ્રથમ વખત પોલીસ કોઈપણ જાતની ધાક ધમકી આપ્યા વગર અને કોમ્બિંગ કર્યા વગર ઉધના પોલીસને અસંભવિત પ્રયાસ ને આજે સંભવિત રીતે લોકોએ સ્વેચ્છિક પોતાના ઘરમાંથી ધાતક હથિયાર જેવા કે ચપ્પુ તલવાર ગુપ્તી કે અન્ય હથિયારો પોલીસ સમક્ષ આવીને અર્પણ કર્યા ત્યારે બોલિવુડની ફિલ્મોમાં પણ ભાગ્યે જ જોવા મળે તેવા દૃશ્યો સર્જાયા હતા તેમ પણ આ આખી સિસ્ટમ્સ અંતર્ગત માસ્ટર પ્લાન ઘડનાર લોકપ્રિય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વિસ્તૃત વાતચીતમાં ઉમેર્યુ હતું.
રીઢા ગુનેગારો કે તડીપાર અપરાધીઓ માટે પાસા દરખાસ્ત કરવા રાઉન્ડ ધ કલોક પીસીબી બ્રાન્ચ ચાલુ રાખી પીસીબી પીઆઇ આરએસ સુવેરા ટીમને પણ રેડી રાખનાર અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે અમારી અપીલ પગલે ૧૦૦ જેટલા હથિયાર લોકોને જમા કરાવેલ. સીપીએ જણાવેલ કે, હવે પછીના કોબિંગમાં હથિયાર મળ્યા તો પછી કાયદેસરના પગલાં સાથે રાજકોટ ઢબની આગવી પદ્ધતિની સરભરા માટે ત્યાર રહેવા પણ મેસેજ આપી દેવામાં આવ્યા છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
