News of Friday, 17th May 2024
બોલો લ્યો, યુવતીને ખબર જ ન હતી અને તેના લગ્નની નોંધણી થઈ ગઈ !
પંચમહાલ બોગસ લગ્ન નોંધણી કેસમાં મોટો ખુલાસો : પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીનો રેલો અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામ સુધી પહોંચ્યો તલાટીએ ૨૦ હજાર લઈને લગ્નની બોગસ નોંધણી કરી

ગોધરા, તા.૧૭: સતત બે દિવસથી ચર્ચામાં આવેલા પંચમહાલ બોગસ લગ્ન નોંધણી કૌભાંડ કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગોધરા શહેરાના ભદ્દાલા ગામના તલાટી દ્વારા બોગસ લગ્ન કરાવી આપવાના કૌભાંડનો રેલો હવે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામ સુધી પહોંચ્યો છે. જ્યાં એક યુવકે યુવતીની ગેરહાજરીમાં જ બોગસ લગ્ન નોંધણી કરાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
લવ મેરેજ કરનાર યુવતીના મામાએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે કે, યુવકે યુવતીની ગેરહાજરીમાં ભદ્દાલા ગામના તલાટી પાસે આ મેરેજની ખોટી નોંધણી કરાવી છે. બોગસ સાક્ષી, બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તલાટી પી.એમ.પરમારે ૨૦ હજાર લઈને આ લગ્નની બોગસ નોંધણી કરી હતી.
યુવતીના મામાએ ઘણા મોટા ખુલાસાઓ કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર ગત ૫ એપ્રિલના રોજ તેમની ભાણીને તેમના જ ગામના યુવકે ડરાવી, ધમકાવીને ભગાડીને લઇ ગયો હતો અને ખોટા કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ અંગે યુવતીની માતાએ ઇડર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. ત્યારે ગત ૧૦ એપ્રિલના રોજ યુવક અને યુવતી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા.
આ લગ્નની યુવકે બોગસ રીતે નોંધણી થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ભદ્દાલા ગામના તલાટી પાસે યુવકે યુવતીની ગેરહાજરીમાં જ લગન નોંધાવી દીધા હતા. આ આબતે યુવતીને પૂછતાં તેને જબાવ્યું હતું કે તે કોઈ દિવસ આવા કોઈ ગામમા ગઈ જ નથી અને પોતાને આ લગ્નની નોંધાવી વિષે પણ જાણ નથી.લવ મેરેજ કરનાર યુવતીના મામાએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે કે, આ લગ્ન બોગસ સાક્ષી, બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તલાટી પી.એમ.પરમારે ૨૦ હજાર લઈને આ લગ્નની બોગસ નોંધણી કરી હતી. ત્યારે હવે આ મામલે આગલ શું થાય તે જોવું રહ્યું.
જણાવી દઈએ કે, તલાટી પી.એમ.પરમારે બોગસ રીતે માત્ર એક જ મહિનામાં ૧૦૦ લગ્ન નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જયારે એક જ પદ્ધતિથી ૬ મહિનામાં ૫૭૧ થી વધુ બોગસ નોંધણી કરવામાં આવી છે.હાલ તો આ મામલે TDO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શહેરા ટીડીઓએ તપાસ કરતાં તલાટી દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણીમાં જોગવાઈ મુજબ નહિં થઈ હોવાનું તેમજ ઘણા બધા ડોકયુમેન્ટમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી તલાટી પી એમ પરમારની એક તરફી જિલ્લા કક્ષાએ બદલી કરવામાં આવી હતી અને અન્ય તલાટી જે ચાર્જ સુપરત કર્યો હતો. ઇન્ચાર્જ તલાટી પાસે ડોકયુમેન્ટ અંગેની ચકાસણી કરાવતાં લગ્ન નોંધણીના ડોકયુમેન્ટ માત્ર ૭૦ ટકા મળી આવ્યા અને જેની તપાસ કરવામાં આવી છે. લગ્ન નોંધણીમાં ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોના અરજદારનો સમાવેશ થાય છે.આ મામલે શહેરા TDOએ તપાસ શરૂ કરી છે અને આનો રિપોર્ટ Dy.DDOને રિપોર્ટ સોંપવામા આવશે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
