News of Friday, 17th May 2024
વડોદરા સાયબર ક્રાઇમનાં ખાસ ઓપરેશનમાં ૧૭ ગેંગ મેમ્બરો ઝડપાયા
શેર બજારમાં ફેસબુક મારફત કરોડો કમાવવાની લાલચ આપી જાળમાં ફસાવતી ગેંગના ષડયંત્રનો પર્દાફાશ પોલીસ કમિશનર નરસિંહમા કોમારે પોલીસ તંત્રને દોડતુ કરી દીધું : એડી.સી.પી. મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડનાં નેતૃત્વમાં એસીપી મયુરસિંહ રાજપૂત ટીમને મોટી સફળતા

રાજકોટ તા.૧૭: સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેસબૂક પર શેર બજારમાં કરોડપતિ બનાવવાની લાલચમાં ફસાવી, તેમાં જોઇન્ટ થનારને વોટ્સેપ ગ્રુપમાં સામેલ કરી તેની બેંક વિગત આધારકાર્ડ પાન કાર્ડ મેળવી લાખો કરોડો રૂપિયાનો છેતરપીંડી કરતી ૧૭ થી વધુ સાયબર ફ્રોડ ગેંગનો વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાંર, એડી.સીપી મનોજ નિનામા અને ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એસીપી હરપાલસિહ રાઠોડ ટીમ દ્વારા થયાનું અને ૧૭ આરોપીઓને ખાસ ઑપરેશન દ્વારા દબોચી લેવામાં આવ્યાનું પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમારે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. આ ૧૭ પૈકી ૧૧ એકાઉન્ટ હોલ્ડર છે જેઓ છેતરપીંડી દ્વારા પોતાના એકાઉન્ટમાં મેળવેલ નાણા અન્ય ૧૧ લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવાની ભૂમિકા ભજવતા હતા.
તેમ નરસિંહમાં કોમારે વિસ્તળત રીતે સમજણ આપતા જણાવેલ.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી રામક્રિષ્ણા રાજીવ, સનફાર્મા રોડ, વડોદરા શહેરનાઓએ તા.૩૦/૦૩/૨૦૨૪ના રોજ ફરિયાદ આપેલ કે તેઓએ ફેસબુમાં શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને C6-BLACKROCK STOCKS PULL UP નામનાં વ્હોટસેપ ગ્રુપમાં એડ કરવામાં આવેલ. જ્યાં તેઓને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માંગતા હોય ફોર્મમાં વિગતો ભરી સબમિટ કરવા જણાવેલ અને C3-ANGEL BROKING CUSTOMER CARE નામનાં ગ્રુપમાં એડ કરવામાં આવેલ. ત્યારબાદ તેઓને એંજલ સિકયોરીટીસ સર્વિસ નામની કંપનીના વ્યક્તિનો ફોન આવેલ કે ફોર્મ કન્ફર્મ થઈ ગયેલ છે. ત્યારબાદ તેઓને લ્ચ્ગ્ત્ માન્ય કંપની રજિસ્ટ્રેશન સાથેનુ ઇન્સટીટયુશનલ એકાઉંટ એપ્લિકેશન ફોર્મ મોકલી આપવામાં આવેલ અને તેઓને વિશ્વાસમાં લેવામાં આવેલ. પછી તેઓને C3-ANGEL BROKING CUSTOMER CARE ગ્રુપમાંથી ANGELBG નામની એપ્લિકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરવા લિંક મોકલી આપેલ, જેમાં તેઓનુ એકાઉંટ બનાવી યુસરનેમ અને પાસવર્ડ આપવામાં આવેલ. ANGELBG એપ્લિકેશનમાં તેઓના પોર્ટફોલિયોમાં અનેક
ગણો પ્રોફિટ દેખાતો હતો પણ દર્શાવામાં આવતો હતો જેથી તેઓને વિશ્વાસમાં લઈને તેઓને શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ એકાઉંટમાં ટુકડે ટુકડે કુલ રકમ ૯૪,૧૮,૦૦૦/- જમાં કરાવેલ.
પોર્ટફોલિયોમાં દેખાતા પ્રોફિટને વિડ્રો કરવાં જતા, વિડ્રો થયેલ નહિ અને તેઓ સાથે વિશ્વાસઘાત કરી ઓનલ છેતરપિંડી કરેલ હોવા બાબતેની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુ. ૧૧૧૯૬૦૪૦૨૪૦૦૧૨/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૪૨૦, ૧૧૪, ૧૨૦(બી), ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ અને ટી. એક્ટ કલમ ૬૬(ડી),૮૪(સી) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ.
આરોપીની વિગતઃ(૧) અબ્રારખાન નવાબખાન પઠાણ ઉ.વ.૨૩, રહેવાસી, રાવપુરા, વડોદરા- (૨) શાહરુખ રઝાકભાઇ વ્હોરા ઉ.વ. ૨૫. રહેવાસી, સીયાબાગ વડોદરા (૩) ગોમેસી મનિષભાઈ દવે ઉ.વ.૨૦, રહેવાસી, સીયાબાગ વડોદરા (૪) શેખ સલીમ મિયા શોકતહુસૈન ઉ.વ.૪૨, રહેવાસી, રાવપુરા વડોદરા (૫) સૈયદ ઈખ્તીયારઅલી હસમતઅલી ઉ.વ.૨૨, રહેવાસી, બાવમનપુરા (૬) ઝરાર બિલાલભાઇ સોદાગર ઉ.વ. ૩૧ રહેવાસી, નાગરવાડા,વડોદરા (૭) મીર હારીશભાઇ સલીમભાઇ ઉ.વ. ૨૪, રહેવાસી, તાંદલજા, વડોદરા (૮) બેલીમ વસીમખાન ફિરોઝખાન ઉ.વ.૨૪, રહેવાસી, સોમાતળાવ વડોદ= (૯) મોહમદ આફતાબ મુસ્તાકભાઈ બેગ ઉ.વ.૨૨, રહેવાસી, સોમાતળાવ વ (૧૦) શેખ અદનાન ઇલ્યાસભાઇ ઉ.વ. ૨૨, રહેવાસી, તાંદલજા, વડોદરા (૧૧) શેખ લીયાકત યુસુફભાઈ ઉ.વ. ૪૭, ધંધો. રહેવાસી, વડોદરા
(૧૨) મહેબુબ ઈબ્રાહિમ આગેવાન ઉ.વ. ૨૨ રહેવાસી, આજવા મેઈન રોડ
(૧૩) શાહરૂખ સીદ્દીકભાઇ ધોબી ઉ.વ. ૨૯ રહેવાસી, બહુચરાજી રોડ, વડોદ=
(૧૪) સાહીલ યુસુફમીયા શેખ ઉ.વ. ૨૪ રહેવાસી, યાકુતપુરા વડોદરા
(૧૫) કબીરઅહેમદ મોહમદશબ્બીર મન્સુરી ઉ.વ. ૨૧ રહેવાસી, પાણીગેટ
(૧૬) સોહીલ કાસમભાઇ શેખ ઉ.વ. ૨૫ રહેવાસી, નાગરવાડા, વડોદરા
(૧૭) રમીજઅલી મુસ્તાકઅલી કાદરી રહેવાસી, નાગરવાડા વડોદરા શહેર.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
