News of Friday, 17th May 2024
મહેસાણામાં ભૂકંપનો હળવો આંચકો નોંધાયો
ભૂકંપનું કેન્દ્રબિંદુ મહેસાણાથી ૧૮ કિમી દૂર જોવાયું:ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૬ નોંધાઈ : ઉપલેટામાં મોટો ધડાકો થતા અને ધરતી ધ્રુજતાં લોકો બહાર દોડ્યા

મહેસાણા, તા.૧૭
ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા હજી અનુભવાઈ રહ્યાં છે. ત્યારે હવે ઉપલેટા અને મહેસાણામાં ધરા ધૃજતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારે પોણા બાર વાગ્યાની આસપાસ મહેસાણામાં ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૬ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહેસાણાથી ૧૮ કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપનો આંચકો આવવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
છેલ્લા મહિનામાં સૌરાષ્ટ્ર પંથકમાં ત્રણેક વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. ઉપલેટામાં પણ આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
આજે સવારે મોટા ધડાકાનો અવાજ આવ્યો હતો અને ધરતી ધ્રુજતાં લોકોમાં ભૂકંપ આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
