<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

રાજ્યમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર 44,7 ડિગ્રી : અમદાવાદમાં 44.2 ડિગ્રી

ડીસામાં 44.4 ડિગ્રી, ગાંધીનગર 44 ડિગ્રી,: કાળઝાળ ગરમી અને ગરમ પવન ફૂંકાતા લોકોને મુશ્કેલી:રસ્તાઓ સુમસામ જોવા મળ્યા

અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 44.7 નોંધાઇ હતી. આ સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જે બાદ ડીસામાં 44.4 ડિગ્રી અને અમદાવાદમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કાળઝાળ ગરમી અને ગરમ પવન ફૂંકાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાળઝાળ ગરમીથી શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા

   આજે સુરેન્દ્રનગર 44.7, ડિસા 44.4, અમદાવાદ 44.2, ગાંધીનગર 44, ભુજ 43.8, રાજકોટ 43.7, અમરેલી 43.2, વડોદરા 42.2, કંડલા એરપોર્ટ 41.6, કેશોદ 41.5, મહુઆ 41, ભાવનગર 39.7, સુરત 35.8, વલસાડ 37.2, દમણ 35.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

   આજે બપોર બાદ રાજ્યના ઘણા ભાગોના હવામાનમાં પલટો આવ્યો હતો. આજે સતત ચોથા દિવસે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર, અમરેલીના સાવરકુંડલા પંથક, જૂનાગઢમાં સાસણ અને આસપાસના વિસ્તારોમાં તથા દાંતા પંથકમાં વરસાદ પડ્યો હતો.

   હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. 

 આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે. મહીસાગર, તાપી ,ડાંગ, દાહોદ, જામનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

(9:46 PM IST)