News of Friday, 17th May 2024
ઊંઝા APMCની સત્તા મેળવવા BJPના બે જૂથ સામ સામે
એશિયાના સૌથી મોટા ગંજ બજારની ચૂંટણીઃબે જૂથે મેદાને ઉતરવાની તૈયારીઓ કરી બાંયો ચઢાવતા હવે ઊંઝા બજાર સમિતિની ચૂંટણીનો જંગ પણ જામશે

ઊંઝા,તા.૧૭
ઊંઝા એપીએમસીના વર્તમાન બોર્ડ ઓફ ડીરેક્ટરની મુદત આગામી ૨૦ જૂને પૂર્ણ થઈ રહી છે. જોકે ચૂંટણી પૂર્વે જ બે જૂથે મેદાને ઉતરવાની તૈયારીઓ કરી બાંયો ચઢાવતા હવે ઊંઝા બજાર સમિતિની ચૂંટણીનો જંગ પણ જામશે. એશિયાના સૌથી મોટા ગંજ બજારની સત્તા માટે હવે ભાજપના જ બે જૂથ આમને સામને થયા છે.
એશિયાના સૌથી મોટા ગંજ બજારની સત્તા માટે હવે ભાજપના જ બે જૂથ આમને સામને થયા છે. ઊંઝા એપીએમસીના વર્તમાન બોર્ડ ઓફ ડીરેક્ટરની મુદત આગામી ૨૦ જૂને પૂર્ણ થઈ રહી છે. જોકે ચૂંટણી પૂર્વે જ બે જૂથે મેદાને ઉતરવાની તૈયારીઓ કરી બાંયો ચઢાવતા હવે ઊંઝા બજાર સમિતિની ચૂંટણીનો જંગ પણ જામશે. વર્તમાન ચેરમેન દિનેશ પટેલ પણ સત્તાને જાળવી રાખવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આમ ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉંઝા બજાર સમિતિના પૂર્વ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય નારાણકાકા પણ ફરી એકવાર ચૂંટણીને લઈ સક્રિય જોવા મળ્યા છે. જેને લઈ હવે ચૂંટણીનો જંગ જામવાનું માનવામાં આવી રહ્યું છે. ચૂંટણીના સોગઠા ગોઠવવામાં આવી રહ્યા હોય એમ જ અગાઉ ૧૨ મંડળીઓ ફડચામાં ગઈ હતી એ પૈકી સાત મંડળીઓને પુનઃ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે વધુ પાંચ મંડળીઓ અંગેના આદેશને લઈ સૌની નજર એ તરફ મંડરાયેલી છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
