<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

પાલનપુરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ ગયો

ગરમીનો પારો પણ ઉંચો રહેવાને લઈ લોકો પરેશાનઃએક તરફ સપ્તાહ દરમિયાન બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઉકળાટવધ્યો

બનાસકાંઠા,તા.૧૭

એક તરફ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં પલટો વર્તમાન સપ્તાહ દરમિયાન જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે ગરમીનો પારો પણ ઉંચો રહેવાને લઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. શુક્રવારે કાળઝાળ ગરમીનો અહેસાસ થતા લોકો પરેશાન જોવા મળ્યા હતા. આકરી ગરમીને લઈ લોકો ઠંડા પીણાંનો સહારો લેતા જોવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિસ્તારમાં ગરમીનો પારો ઉંચો ચડ્યો છે. એક તરફ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં પલટો વર્તમાન સપ્તાહ દરમિયાન જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે ગરમીનો પારો પણ ઉંચો રહેવાને લઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. શુક્રવારે કાળઝાળ ગરમીનો અહેસાસ થતા લોકો પરેશાન જોવા મળ્યા હતા. આકરી ગરમીને લઈ લોકો ઠંડા પીણાંનો સહારો લેતા જોવા મળ્યા હતા.

પાલનપુરમાં શુક્રવારે ૪૧ ડિગ્રી ગરમીનો પારો નોંધાયો હતો. કાળઝાળ ગરમીને લોકો પરેશાન થવા લાગ્યા હતા. એક તરફ સપ્તાહ દરમિયાન બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઉકળાટ વચ્ચે ગરમી વર્તાવાને લઈ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.

(9:57 PM IST)