<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

નર્મદા જિલ્લામાં ભંગારનો ધંધો કરતા વેપારીઓ ચેતજો : સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, નર્મદાની છે બાઝ નજર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે સ્પેશ્યલ ઓપરેશન ગૃપ નર્મદાની ટીમો કાયદાનું પાલન નહિ કરતા વેપારીઓ ઉપર બાઝ નજર રાખી રહ્યું છે જેમાં ગતરોજ ડેડીયાપાડા ખાતે એક ભંગારના વેપારી સામે ગુનો દાખલ કર્યો છે

  મળતી માહિતી અનુસાર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ નર્મદાના પીઆઈ વાય.એસ. સિરસાઠ ના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ ના હે. કો. ચંદનભાઇ સંપતભાઇ બ.નં.૭૭૬ નાઓએ આપેલી ફરિયાદ મુજબ ડેડીયાપાડા ખાતે તપાસ દરમિયાન ચુનિલાલ ઉર્ફે અશોકભાઇ ભીમરાવ પાટીલ (રહે. દેદીયાપાડા, નવીનગરી તા. સાગબારા જી.નર્મદા) નાઓએ દેદીયાપાડા ખાતે નવી નગરીમા જુના ભંગારની લે. વેચની દુકાન ચલાવી રજીસ્ટર તથા ભંગાર વેચનારના આધાર પુરાવા નહિં રાખી ગુનો કરતા એસ. ઓ. જી. નર્મદા એ આ વેપારી સામે ગુનો દાખલ કર્યો છે


 

(10:23 PM IST)