<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

તિલકવાડાના લીમડીયા ગામે પાણીના બદલે ભૂલમાં દવા પી જનાર યુવાન સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલાં લીમડીયા ગામના યુવાને ભૂલમાં પાણી ના બદલે દવા પી લેતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે
    મળતી માહિતી અનુસાર સઉદભાઈ સેગાભાઈ વસાવા( ઉ.વ.30)( હાલ રહે.લીંબડીયા તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા મૂળ રહે.જંતર તાલુકો, ગરૂડેશ્વર જિલ્લો. નર્મદા )નાઓ પોતાના ખેતરમાં બનાવેલ પતરાવાળા છાપરામાં પાણી પીવા માટે ગયો તે વખતે છાપરામાં અંધારૂ હતું જેથી પાણીની બોટલ સમજી મગ તથા તલમાં છાંટવાની દવા પી જતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ.દ્વારા ગરુડેશ્વર સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયેલ હોય જે હાલમાં સારવાર હેઠળ છે.તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.


 

(10:26 PM IST)