તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Friday, 17th May 2024
અંકલેશ્વર થી આધાર પુરાવા વિનાનો ઘઉંનો જથ્થો પકડ્યા બાદ પોલીસે વધુ તપાસ માટે કોર્ટ પાસે મંજૂરી માંગી
ગરુડેશ્વરને કોર્ટે મંજૂરી આપી પણ એમાં કોઈની ધરપકડ ના થઈ શકે ખાલી પૂછપરછ માટે જ મંજૂરી મળતા ઘઉં કોના છે અને કોને આપવાના હતા એ રહસ્ય અકબંધ રહ્યું: ગરુડેશ્વર પોલીસે આ વાતની જાણ જિલ્લા પુરવઠા વિભાગ ને પણ પત્ર દ્વારા કરી હતી પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે, તો શું પુરવઠા વિભાગે આ મુદ્દે કોઈ તપાસ કરી નથી..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં પુરવઠાના અનાજનો મોટાપાયે કાળો કારોબાર થાય છે અને આ બાબતે પુરવઠા વિભાગના અધિકારીઓ પણ જાણે જ છે છતાં કોઈ કારણોસર ચુપકીદી સેવતા બે નંબરિયાઓને મોકળુ મેદાન મળે છે.
ગરુડેશ્વર પોલીસે ગત તારીખ. ૦૬/૦૫/૨૦૨૪ ના રોજ અંકલેશ્વર ત્રણ રસ્તા નજીક થી એક ઈકો ગાડી નંબર GJ-21-CB-7303 ના ચાલક મહેશભાઈ લક્ષ્મણભાઈ તડવી, (રહે. ઝરવાણી તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાએ તેની ઈકો ગાડીમાં અનાજ (ઘઉં) નો જથ્થો કુલ મીણીયાની થેલીઓના નંગ-૧૯ અંદાજીત કિ.રૂ.૧૬,૨૦૦/- નો ભરી ઈકો ગાડી હકારી લાવતા આ ઈકો ચાલકને અનાજના મુદ્દામાલ સાથે પકડી તેની પૂછપરછ માં આ ઘઉં ક્યાંથી લાવેલ અને અનાજના બીલ બાબતે આધાર પુરાવા માંગતાં બીલ રજુ કરેલ ન હોય જેથી અનાજનો જથ્થો શંકાસ્પદ લાગતા ઘઉં ના જથ્થા તથા ઈકો ગાડી જેની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- ગણી કુલ કિં.રૂ.૨,૭૧,૨૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી મહેશભાઈ લક્ષ્મણભાઈ તડવીની સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરી મુદ્દત અંદર જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગરુડેશ્વર પીએસઆઈ પી. એમ. પરમારે આ પકડાયેલ વ્યક્તિ તેના કબ્જાના અનાજના જથ્થા બાબતે કોઈ સંતોષકારક હકિકત જણાવતા ના હોય અને પોતે અનાજના જથ્થાના બીલો પણ રજૂ કર્યા ન હોવાથી કબ્જે કરેલ અનાજના જથ્થા બાબતે વધુ તપાસ કરવા માટે સી.આર.પી.સી કલમ ૧૫૫(૨) મુજબ તપાસ કરવાની કોર્ટ પાસે મંજુરી માંગતા કોર્ટે મંજૂરી આપી પરંતુ તેમાં કોઈની ધરપકડ કરી ના શકાય ખાલી પૂછપરછ જ કરવાની મંજૂરી મળતાં આ બિલ વગરના ઘઉં કોના છે અને કોને આપવાના હતા એ બાબતની કોઈ જાણકારી પોલીસ મેળવી શકી નથી તેમ પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું છે.જોકે ગરુડેશ્વર પોલીસે આ વાતની જાણ જિલ્લા પુરવઠા વિભાગ ને પણ પત્ર દ્વારા કરી હતી પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે તો શું પુરવઠા વિભાગે આ મુદ્દે કોઈ તપાસ કરી નથી..?
જોકે ગરુડેશ્વર પોલીસ સ્ટેશન ની નજીક માં જ એક કાચા માલના વેપારી જિલ્લામાંથી આવતો અનાજ નો બેનંબરી જથ્થો ખરીદતા હોવાની વાત ચર્ચા માં છે અને ખુદ પોલીસ પણ આ બાબત જાણે છે, પરંતુ બેનંબરી જથ્થો ખરીદતા દુકાનદાર પકડાય તો જ પોલીસ કાર્યવાહી કરી શકે માટે પોલીસે વાહન માં આવતા જથ્થા ને દુકાન સુધી પહોંચ્યા બાદ જ ત્યાં રેડ કરી જરૂરી પૂછપરછ બાદ જો જથ્થો બિલ વગરનો જણાઈ તો આગળ કાર્યવાહી કરવી જોઈએ.
આ કેસ માં પોલીસે ઉતાવળ કરી અક્તેશ્વર ત્રણ રસ્તા પાસે જ જથ્થો અને ઇકો ના ચાલક ને પકડી કાર્યવાહી કરતા બે નંબર નો માલ ખરીદતા વેપારી એલર્ટ થઈ ગયા, અથવા ક્યાંક ભીનું સંકેલાયું હોય શકે તેવી પણ દુકાનદારો માં વાત વહેતી થઈ છે.
આ બિલ વિનાનો ઘઉં નો જથ્થો કોઈ પુરવઠા દુકાનદાર નો હોય તેવું ના પણ બની શકે કેમ કે અત્યારે મોટાભાગના કાર્ડ ધારકો ઘઉં,ચોખા સહિતનો કાર્ડ ઉપર મળતો જથ્થો અન્ય ને વેચી રૂપિયા કમાઈ છે માટે આ પકડાયેલ જથ્થો કોઈ સામટા કાર્ડ ધરાવતા ગ્રાહકો પાસેથી ખરીદી વધુ ભાવ લઈ દુકાનદાર ને આપવા જતો હોય તેવું પણ બની શકે
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
