<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી

૬ ટીમોએ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં તપાસ હાથ ધરીઃ મદ્રેસાના સંચાલક અને ટ્રસ્ટ સહિતની વિગતોને પણ ચકાસવામાં આવી છે

સાબરકાંઠા,તા.૧૯,

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ૦૬ ટીમોએ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં તપાસ હાથ ધરી છે. જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

મદ્રેસાઓના સ્ટાફથી લઈને તેમના પગારની વિગતો અને અભ્યાસ તેમજ વિદ્યાર્થીઓના સંદર્ભની પણ વિગતોની તપાસ કરવામાં આવી છે.

અલગ અલગ ૧૧ જેટલા મુદ્દાઓને આધારે મદ્રેસાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મદ્રેસાના સંચાલક અને ટ્રસ્ટ સહિતની વિગતોને પણ ચકાસવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા શનિવારે વહેલી સવારથી જ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:36 AM IST)