<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન સર્જાયું

બાગાયતી ખેતીના પાકોમાં પણ નુક્સાન થયું : ભારે પવનને લઈ પપૈયા જેવા બાગાયતી પાકમાં મોટા નુક્સાનને વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે

બનાસકાંઠા,તા.૧૯, : બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાને લઈ બાગાયતી ખેતીના પાકોમાં પણ નુક્સાન થવા પામ્યું છે. ખાસ કરીને પપૈયાના પાકમાં નુક્સાન થવા પામ્યું છે. આ ઉપરાંત બાજરીના પાકમાં પણ નુક્સાન થવા પામ્યાના સમાચાર છે. ભારે પવનને લઈ પપૈયા જેવા બાગાયતી પાકમાં મોટા નુક્સાનને વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાને લઈ બાગાયતી ખેતીના પાકોમાં પણ નુક્સાન થવા પામ્યું છે. ખાસ કરીને પપૈયાના પાકમાં નુક્સાન થવા પામ્યું છે. આ ઉપરાંત બાજરીના પાકમાં પણ નુક્સાન થવા પામ્યાના સમાચાર છે. ભારે પવનને લઈ પપૈયા જેવા બાગાયતી પાકમાં મોટા નુક્સાનને વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.ખેડૂતોની મહિનાઓની મહેનત પળવારમાં જ નષ્ટ થઈ જવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટા નુક્સાનને વેઠવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને માટે પડતા પર પાટા સમાન હાલના બદલાયેલા વાતાવરણથી સર્જાઈ છે.

(11:44 AM IST)