News of Sunday, 19th May 2024
ધોરણ ૯ થી ૧૨માં ટ્રાફિક શિસ્ત અને ગીતાનાં પાઠ ભણાવાશે
૩૦મી મે સુધી પુસ્તકો શાળામાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

અમદાવાદ,તા.૧૯,
રાજ્ય સરકાર દ્વારા જૂન ૨૦૨૪થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કરી દેવાયું છે. ૩૦મી મે સુધી પુસ્તકો શાળામાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે.
મહત્વનું છે કે શહેરોમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ નાગરિકોમાં ટ્રાફિક અંગે સમજ કેળવાય તે હેતુથી પ્રથમ વખત ધોરણ ૯ અને ૧૦માં ટ્રાફિકનું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે.
ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૯ અને ૧૦માં સામાજીક વિજ્ઞાનમાં અને ધોરણ ૧૧ અને ૧૨માં ગુજરાતી માધ્યમમાં રોડ સેફ્ટી અંગે ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે. જેમાં વાહનચાલકે ખઈ બાજુ વાહન ચલાવવું, સીટ બેલ્ટ પહેરવું, વાહન પાર્ક કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી સહિતનું વર્ણન કરવામાં આવ્યું છે. ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની વય મર્યાદા, લેન ડ્રાઈવિંગ, ચોકડી, ગોળાઈ, વાહન ઓવરટેક કઈ રીતે કરવું, તેની માહિતી આપી મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા શ્રીમદ ભગવદ ગીતાના પાઠ તબક્કાવાર અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે.
ધોરણ ૬થી ૮ બાદ હવે ધોરણ ૧૧ અને ૧૨માં માત્ર ગુજરાતી માધ્યમમાં શ્રીમદ ભગવદ ગીતાના પ્રકરણને ઉમેરવામાં આવ્યું છે. આગામી સત્રથી નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવશે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
