<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો

દરિયાપુર ખાતે આવેલા સુલતાન મહોલ્લામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો

અમદાવાદ,તા.૧૯,

અમદાવાદમાં મદરેસાના સર્વે દરમિયાન હુમલાની નીંદનીય ઘટના સામે આવી છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. આચાર્ય બાપુનગરની સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. આચાર્ય મદરેસા બંધ હોવાથી પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા એ સમયે ફોટો પાડી રહેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. શિક્ષણ વિભાગના આદેશમે પગલે આચાર્ય સર્વે કરવા પહોંચ્યા હતા. રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યની ૧૧૨૮ મદરેસાઓમાં સર્વે હાથ ધરાયો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો અને આ પત્રને ધ્યાને રાખી શિક્ષણ વિભાગે કમિશનર ઓફ સ્કૂલ કચેરી અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસામાં સર્વે હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. મદરેસામાં ભણતા બિનમુસ્લિમ બાળકો બાબતે ભૌતિક ચકાસણી કરવા અને મદરેસાઓનું મેપિંગ કરવા તેમજ મદરેસાઓમાં ભણતા તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે.

અમદાવાદમાં સર્વેની કામગીરી અંગે શિક્ષણ સમિતિના અધિકારીએ કહ્યુ હતુ કે ધાર્મિક શિક્ષણથી કોઈ વાંધો ના હોય શકે પરંતુ સાથે સાથે શાળાની શિક્ષા પણ મળવી જરૂરી છે. માત્ર એટલે જ આ સર્વે હાથ ધરાયો છે.  અમદાવાદ, વડોદરા, સુરતમાં DEOની ટીમો દ્વારા સરવે કરાઈ રહ્યો છે. જેમા ફોર્મ ભરી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

(10:43 AM IST)