<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

સુરતમા ગ્રાહકના સ્વાંગમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ

કાપડ જોવાનો ઢોંગ કરી દુકાનમાં મહિલાએ ચોરી કરી હતી : 3 મહિલાઓએ દુકાનદારનું ધ્યાન ભટકાવી ચોરીને અંજામ આપ્યો

સુરત તા.૧૯ : નાના વરાછામાં મહિલા કાપડ ચોરનો આંતક જોવા મળ્યો છે. ગ્રાહકના સ્વાંગમાં દુકાનોમાં ઘુસી કપડાંની ચોરી કરતી ગેંગની કરતૂત સામે આવી છે. દુકાનદારોને આ પ્રકારની ટોળકીઓ ફરી રહી હોવાની માહિતી મળતા ચોકસાઈ વધારે છે છતાં ભીડની આડમાં મહિલાઓ ચોરી કરી પોલીસ અને દુકાનદારોને પડકાર ફેંકી રહી છે. સુરતના નાના વરાછામાં મહિલા કાપડ ચોરનો આંતક જોવા મળ્યો છે. ગ્રાહકના સ્વાંગમાં દુકાનોમાં ઘુસી કપડાંની ચોરી કરતી ગેંગની કરતૂત સામે આવી છે. દુકાનદારોને આ પ્રકારની ટોળકીઓ ફરી રહી હોવાની માહિતી મળતા ચોકસાઈ વધારે છે છતાં ભીડની આડમાં મહિલાઓ ચોરી કરી પોલીસ અને દુકાનદારોને પડકાર ફેંકી રહી છે.

મહિલા ચોરે પલક ઝપકતા ચોરીને અંજામ આપ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. કાપડ જોવાનો ઢોંગ કરી દુકાનમાં મહિલાએ ચોરી કરી હતી. 3 મહિલાઓએ દુકાનદારનું ધ્યાન ભટકાવી ચોરીને અંજામ આપ્યો હતો. કાપડ ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. બનાવના ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે.સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(11:56 AM IST)