<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

વડોદરાના તરસાલી રોડ પર ભાઈલાલ પાર્ક સોસાયટીમાં લૂંટના ઇરાદે 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની હત્યા

વૃદ્ધાનું ગળું કાપી હત્યા કરી ચેન અને કાનની બુટી લુંટી લુંટારુઓ ફરાર થઇ ગયા હતા.

વડોદરાઃ  વડોદરાના લૂંટ વીથ મર્ડરની ઘટના બની છે. જેમાં એ 70 વર્ષિય વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે અને સોનાના દાગીનાઓની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના તરસાલી રોડ વિસ્તારમાં આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં લૂંટના ઇરાદે 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની હત્યા કરવામાં આવી છે. જેમાં લૂંટારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારતા વૃદ્ધાનું મોત નીપજ્યું છે. આ ઘટના બનતા ભારે હડકંપ મચી ગયો છે.

લૂંટના ઇરાદે આવળે લૂંટારાએ પહેલા ઘરની બહારથી જ ઘરની બધી લાઈટો બંધ કરી નાંખી હતી. પરંતુ લાઈટો બંધ થતા વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં જ લૂંટારુઓ દ્વારા વૃદ્ધા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધાનું ગળું કાપી હત્યા કરી ચેન અને કાનની બુટી લુંટી લુંટારુઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:04 PM IST)