<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

સ્માર્ટ વીજ મીટર લગાવવા લોકો સામે ચાલીને આવશે: ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો દાવો

સ્માર્ટ મીટરનો ટેસ્ટિંગ સમય વધારવા બાયડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી

 

અમદાવાદ: વડોદરા, રાજકોટ તેમજ સુરતમાં વીજ કંપની દ્વારા નાંખવામાં આવેલ સ્માર્ટ મીટરને લઈ ગ્રાહકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ બાબતે બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં ધારાસભ્ય દ્વારા સ્માર્ટ મીટરનો ટેસ્ટિગનો સમય વધારવા માંગ કરી હતી.

ધારાસભ્ય દ્વારા લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજ્યમાં જનહિત અને પ્રજાલક્ષી કાર્ય કરવામાં આવે છે જે અંતર્ગત સરકાર દ્વારા સમય બચાવવા તથા વીજળીની ચોરી અટકાવવા સ્માર્ટ મીટર લગાવવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે જેમાં હાલ મોટેભાગે પ્રજાજનોમાં અસમંજસ ના કારણે અસંતોષની લાગણી જોવા મળી રહી છે જે મીડિયા ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યું છે

(3:14 PM IST)