News of Sunday, 19th May 2024
બાવળાની વૈશાલી સોસાયટીમાં 36 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યુ
સવારે તેના રૂમનો દરવાજો ખોલતા યુવક ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતોઃ યુવક છેલ્લા ત્રણ વર્ષથી બિમાર હોવાનું જાણવા મળેલ છે

અમદાવાદઃ બાવળા ગૌરવપથ રોડ પર આવેલા ગેટ પાસેની વૈશાલી સોસાયટીમાં ભાડેથી રહેતા કપિલદેવમની પ્રભાકરમની ત્રિપાઠી (ઉં.વ.36 મુળ રહે.પટના)એ તેના રૂમમાં છત સાથેના લોખંડના હુક સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે 9 વાગે તેના રૂમનો દરવાજો ખોલતા તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા બનાવ અંગે ભાનુપ્રતાપ પ્રભાકર પુરૂસોત્તમ ત્રિપાઠી દ્વારા બાવળા પોલીસને જાણ કરાઈ હતી. એથી પોલીસ તાત્કાલિક સોસાયટીમાં આવી પહોંચી હતી. શહેરમાં હાજર મૃતકના પરિજનો દ્વારા યુવક છેલ્લા ત્રણ વર્ષથી બિમાર હોવાનું જણાવ્યું હતું. મૃતકની લાશને પીએમ અર્થે બાવળાના સરકારી દવાખાને મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
