<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ખેરાલુમાં કારે બાઇક ચાલકે હડફેટે લેતા ઘટના સ્‍થળે કમકમાટી ભર્યુ મોત

યુવક દવા લેવા આવ્‍યો હતો અને કાળ ભરખી ગયોઃ બાઈક ચાલકના ભાઈ શિવાજી ઘટના સ્થળે દોડી આવતા લોહીલુહાણ હાલતમાં સિવિલ લાવ્યા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા

મહેસાણાઃ  ખેરાલુમાં આવેલા એચપી ગેસના ગોડાઉન નજીકના રોડ પર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. સુંઢિયા ગામનો વતની બાઈક લઈ ખેરાલુ ખાતે દવા લેવા આવ્યો હતો. તે દરમિયાન બલેનો કારના ચાલકે બાઈકને ટક્કર મારતા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. તેથી સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

વડનગરના સુંઢિયા સોઢુપુરા ગામે રહેતા ઠાકોર કનુજી મણાજીના ઘરે ગઈકાલે બપોરે તેમના જમાઈ આવ્યા હતા. જેથી ઠાકોર કનુજીએ ખેરાલુ ખાતે દવા લેવા જવાનું હોવાથી પોતાના જમાઈનું બાઈક લઈ ખેરાલુ દવા લેવા આવ્યા હતા. દવા લઈને પરત ઘરે આવતા હતા તે વેળા ખેરાલુના એચપી ગેસના ગોડાઉન નજીક આવતા સામેથી આવી રહેલી બલેનો ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારી અકસ્માત સજર્યો હતો.

અકસ્માત થતા જ પરિવારને જાણ થતાં બાઈક ચાલકના ભાઈ શિવાજી ઘટના સ્થળે દોડી આવતા લોહીલુહાણ હાલતમાં પડેલા પોતાના ભાઈને 108માં સારવાર માટે સિવિલ લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની ઘટના અંગે મૃતકના ભાઈએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

(3:33 PM IST)