News of Sunday, 19th May 2024
અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં PCBના દરોડાઃ રાણીપ વિસ્તારમાં ઘરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
ઘરમાં રાખી હોમ ડિલિવરી કરવા જતા શખ્સની ધરપકડ

અમદાવાદઃ PCBએ મોડી રાત્રે વાડજ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડી,રાણીપ વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો,વિદેશી દારૂનો જથ્થો ઘરમાં રાખી હોમ ડિલિવરી કરવા જતા શખ્સની પણ ધરપકડ કરી હતી,તુષાર ઉર્ફે પપ્પુ પટેલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી રૂ.
1.33 લાખની કિંમતની મોંઘી દાટ દારૂની બોટલો સહિત રૂ.2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પીસીબીની ટીમે વટવામાં દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડતા રીઢા ગુનેગારને ઝડપી લીધો હતો.નવાબ શેખ ક્રાઈમ બ્રાન્ચના અનેક ગુનાઓમાં ફરાર હતો,ઈસનપુરમાં ધમધમતા જુગારધામ પર પીસીબીએ દરોડા પાડી 31 જુગારીઓને ઝડપી પાડયા હતા.વટવા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો રીઢો આરોપી મહંમદ નવાબ મકસુદ હુસૈન શેખ વરલી મટકાનો જુગાર રમાડતો હતો.
ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઇટસમાં પીસીબીએ દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે દરોડા પાડયો હતો. જેમાં પોલીસને પાંચ બોટલો વિદેશી દારૂ મળવાની સાથે તપાસ કરતા આઇપીએલ પર રમાડતો વ્યક્તિ પણ મળી આવ્યો હતો.પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે ભાડજ સર્કલ પાસે આવેલા વિવાન્તા હાઈટસમાં ૧૦૨ નંબરની શોપમાં દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેના આધારે તપાસ કરતા પાંચ બોટલ દારૂ મળી આવ્યો હતો. જે અંગે જીગર પટેલ છારાનગરમાંથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જીગરની સાથે પોલીસને કામેશ દરજી નામના યુવકની પૂછપરછ કરી હતી.શંકાને આધારે તેનો મોબાઇલ ફોન તપાસતા તે આઇપીએલ પર સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તે ગ્રાહકોની યાદી સાથે સોદાના પાડતો હતો.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
