News of Sunday, 19th May 2024
પીપલાપાણી ગામે લગ્નમાંથી પરત ફરતી વેળાએ મોટા કાકડીઆંબા ગામના ફાટક પાસે બાઈક પરથી નીચે પટકાતા બે યુવકના કરૂણ મોત
મોટરસાયકલ પૂરઝડપે હંકારી મોટરસાયકલનો સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલા સીમેંટના પીલ્લર સાથે મોટરસાયકલ અથાડી દઈ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા

દેડિયાપાડા : દેડિયાપાડા તાલુકાના શેરવાઈ ગામના બે યુવકો સાગબારાના પીપલાપાણીથી લગ્નમાંથી પરત ફરતા મહુપાડા ગામ નજીક મોટા કાકડી આંબા ગામના ફાટક પાસે રોડ પર બાઈક ઉપરથી ફંગોળાઈ જતાં ગંભીર ઈજા થતાં બંનેનું મોત નિપજ્યું હતું.
સાગબારાના મહુપાડા ગામ નજીક મોટા કાકડી આંબા ગામના ફાટક પાસે રોડ પર મોટર સાઈકલ ચાલક સંદિપ ભાઈ ફતેસીંગ વસાવા (ઉ.વ.21 ) તથા વિજય વિક્રમભાઈ વસાવા (ઉ.વ.23) સંદિપભાઈ ફતેસીંગ વસાવાની મોટરસાઈકલ ઉપર બેસી પીપલાપાણી ગામેથી લગ્ન પ્રસંગમાંથી તેમના ગામે ફેરવાઈ પોતાના ગામે જવા નીકળેલા હતા.તે વખતે મોટા કાકડી આંબા ગામના ફાટક પાસે રોડના વળાંકમાં મોટર સાઈકલ ચાલક સંદિપભાઈ ફતેસીંગ વસાવાએ પોતાની મોટરસાયકલ પૂરઝડપે હંકારી મોટરસાયકલનો સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં આવેલા સીમેંટના પીલ્લર સાથે મોટરસાયકલ અથાડી દઈ મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા.જેમાં વિજયભાઈ વિક્રમભાઈ વસાવા અને સંદિપ ભાઈ ફતેસીંગ વસાવાનું ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
