News of Sunday, 19th May 2024
રાજ્યમાં હિટવેવની આગાહી :19થી 23 મે સુધી અમદાવાદ, કચ્છ, રાજકોટ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર
કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડમાં ભારે ગરમ પવનો ફૂંકાઈ શકે જેના પગલે ઓરેન્જ એલર્ટ :સુરેન્દ્રનગર અને આણંદમાં યલો એલર્ટ

અમદાવાદ : ગુજરાતમાં બે દિવસથી આગ ઝરતી ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે હિટવેવને લઇને આગહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 19થી 23 મે દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે ગરમીનો અનુભવ થઇ શકે છે. જેના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને કામ સિવાય બહાર ન જવા માટે સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડમાં ભારે ગરમ પવાનો ફૂંકાઈ શકે છે. જેના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરેન્દ્રનગર અને આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત 22 અને 23 મેના રોજ કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, અમરેલી અને આણંદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, 19થી 23 મે દરમિયાન રાજ્યના દરિયાઇ પંથક કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
