<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

માવઠાથી થયેલા નુકશાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે :કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરાશે

અમદાવાદ :રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ  પટેલે માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. કાલે માવઠાના નુકસાન અંગેનો સર્વે અહેવાલ મળશે

તાજેતરમાં જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને ખૂબ નુકશાન થયું હતું. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ અંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ  પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સર્વે કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે હીટવેવથી લોકોને બચવા માટે સલાહ આપી હતી.

(7:22 PM IST)