<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

રાજપીપળા પાસેના વરાછા ગામમાં મનરેગાના કામોમાં વ્યાપક ગેરીતિઓ બાબતે રજૂઆત

સરકારી રેકર્ડ પર સરપંચ અને આંગણવાડી કાર્યકરનો પણ પગાર અપાયો, પંચાયત સભ્યો અને ગ્રામજનોની ડીડીઓને રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા પાસે આવેલ વરાછા ગામ માં મનરેગા ના કામો માં સરપંચ દ્વારા નાણાકીય ગેરરીતિઓ કરાઈ હોવાની લેખિત રજુઆત ગ્રામજનોએ ડીડીઓને કરતા ભારે ઓહાપોહ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વરાછાના ગ્રામજનો દ્વારા કરાયેલી રજુઆત મુજબ આર ટી આઈ દ્વારા મેળવેલ માહિતી અનુસાર ગામના સરપંચ અનિતાબેન સુનિલભાઈ વસાવાએ તેમના હોદ્દાનો દુરપયોગ કરી ગામમાં ચાલતા મનરેગાના કામો માં પંચાયત અધિનિયમનનો ભંગ કરી મસ્ટરમાં પોતાના નામની હાજરી પુરી મજૂરીનું વેતન લઇ હોદ્દાનો દુરપયોગ કરી નાણાકીય ગેરરીતિ કરી છે.
જયારે ચોંકાવનારી રજુઆત મુજબ સરપંચના સાસુ જે આંગણવાડી કર્મચારી છે તેમના નામની પણ હાજરી પુરી નાણાકીય ગેરરીતિ કરી હોવાની રજુઆત કરી છે અને આ નાણાકીય ગેરરીતિ ને ઉચાપત ગણી સરપંચને પંચાયત અધિનિયમન હેઠળ હોદ્દા પરથી દૂર કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરી છે,  ત્યારે મનરેગા ના કામો માં ચાલતી ગેરરીતિઓ અટકાવવા ડીડીઓ  કેવી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું

(9:58 PM IST)