<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

સાગબારા તાલુકામાં કામધંધો નહિ કરતા પતિ, પત્નીને મારઝૂડ કરતા રાજપીપળા અભયમ ટીમે સમાધાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા પાસેના ગામથી યુવતીનો કોલ આવેલ અને જણાવેલ કે તેમના પતિ અને સાસરી પક્ષ હેરાનગતિ કરે છે અને મારઝૂડ કરતા હોય જેથી અભયમ રાજપીપલા ટીમ સ્થળ પર પહોંચી બન્ને પક્ષોનું કાઉંસેલિંગ સમજાવી સમાધાન કરાવ્યું હતું.
   મળતી માહિતી અનુસાર યુવતી જણાવ્યા મુજબ તેમના લગ્નને પાંચ વર્ષ થયા છે બાળકો નથી. અને તેઓ સીવણ ક્લાસ કરવા જાય છું. બન્ને પતિ પત્ની અલગ રહે છે તેમના પતિ કંઈ કામ ધંધો કરતા નથી અને તેમના મિત્રો સાથે ફર્યા કરે છે. જેથી ઘરમાં રેશન કે કોઇ જરૂરિયાત પૂરી કરતા નથી. માટે તેઓ એમને સમજાવે છે તો પતિ મારઝૂડ કરવા લાગે છે. વારંવાર કોઈપણ બાબતે બોલવાનું થાય તેઓ મારે છે અને કાઢી મૂકવાની ધમકી આપે છે. તેમના સાસુ તેમના કુટુંબની અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવા માટે મારી જાણ વિરુદ્ધ મારા પતિને તે સ્ત્રી સાથે વાત કરાવે છે. આથી મને છૂટાછેડા આપવા માટે ધમકીઓ આપે છે. ત્યારબાદ અભયમ ટીમે સામા પક્ષનું કાઉંનેસ્લિંગ કર્યું ત્યારે તેઓ જણાવતા કે મારા મમ્મી ને હું ખેતી કામ કરવા લાગુ છું મારા પત્ની ખેતરમાં આવતા નથી. અને દૂર નોકરી કરવા જવા નથી દેતા અને અપશબ્દો બોલે છે. માટે ગુસ્સામાં હાથ ઉપડી જાય છે. આથી બન્ને પક્ષોનું કાઉંન્સેલિંગ કર્યું અને સલાહ સૂચનો તેમજ કાયદાકિય માહિતી આપી, શાંતિ પૂર્વક સમજાવ્યા અને બન્ને પક્ષો સારી રીતે રહેવા જણાવતા લખાણ લઇ સમાધાન કર્યું હતું.

(10:12 PM IST)