News of Sunday, 19th May 2024
સાગબારા પોલીસે પરોઢી ચેક પોસ્ટ પરથી રૂ. 71 હજારથી વધુનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં અંગ્રેજી દારૂનું દુષણ હજુ જોવા મળે છે ત્યારે હાલમાં સાગબારા પોલીસે પરોઢી ચેક પોસ્ટ પરથી મોટરસાઇકલ પર લઈ જવાતો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પોલીસે પરોઢી ચેકપોસ્ટ ઉપર ચેકીંગમાં હતી ત્યારે (૧) કિશન જલમસીંગભાઈ વસાવા તથા (૨) વિપુલ નારણભાઈ વસાવા( બંને રહે. ઉમરગોટ તા .ઉમરપાડા જી. સુરત )ને પોતાના કબ્જાની હોન્ડા યુનિકોર્ન મો.સા નંબર. GJ-19-AS- 4929 ઉપર ગુલાબી કલરના બેગમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના દેશી દારૂ સૌફ ૯૦ એમ. એલ પ્લા.ના ક્વાટરીયા કુલ નંગ-૪૮ કિંમત રૂ.૨,૪૦૦ તથા બન્ને ઈસમોની અંગઝડતીમાંથી મળી આવેલ બે મોબાઈલ ફોન કિં.રૂ.૬,૦૦૦/-તથા મો.સા.નં.-૦૧ કિં.રૂ.૩૦,૦૦૦- મળી કુલ કિં.રૂ.૩૮,૪૦૦નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબ્જાની મો.સા. ઉપર હેરાફેરી કરતા પકડાઇ ગયા હતા.
જ્યારે (૧) સંદિપનારણભાઈ વસાવા તથા (૨) મેહુલ ચેતનભાઈ વસાવા( બંને રહે. ઉમરગોટ તા.ઉમરપાડા જી.સુરત )ને પોતાના કબ્જાની મો. સા. નંબર.GJ-22-L- 6293 ઉપર કાળા કલરના બેગમાં ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના દેશી દારૂ સૌફ ૯૦ એમ. એલ પ્લા.ના ક્વાટરીયા કુલ નંગ- ૪૮ કિંમત .રૂ.૨,૪૦૦/-તથા બન્ને ઈસમોની અંગઝડતીમાંથી મળી આવેલ એક મોબાઈલ ફોન કિં.રૂ.૫૦૦/-તથા મો.સા.નં.-૦૧ કિં.રૂ.૩૦, ૦૦૦/-મળી કુલ કિં.રૂ.૩૨,૯૦૦/-નો પ્રોહી. મુદ્દામાલ પોતાના કબ્જાની મો.સા. ઉપર હેરાફેરી કરતા પકડાઇ જતા સાગબારા પોલીસે કુલ રૂપિયા 71.300 ના મુદ્દામાલ સાથે ચાર ને પકડી ગુના દાખલ કર્યા છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
