<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

દેડીયાપાડામાં તોલમાપ વિભાગ દ્વારા 62 દુકાનોમાં ચેકીંગ હાથ ધરાતા 21 હજાર નો દંડ ફટકાર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં તોલમાપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમોએ દુકાનોમાં ચેકીંગની કામગીરી હાથ ધરતા કેટલાક દુકાનદારો માં ફફડાટ જોવા મળ્યો હતો.
    જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કિરાણા, સુપર સ્ટોર, ડેરી પાર્લર, જ્વેલર્સ, હોલસેલ વેપારી, શાકભાજી ફેરીયાઓને ત્યાં તોલમાપની તમે તપાસ હાથ ધરી હતી. જેમાં કિરાણા સ્ટોર્સ, ડેરી પાર્લર, વગેરેમાં ભાવ વધારો લેવામાં આવે છે કેમ તેની ખાસ તપાસ કરવામાં આવી આ ઉપરાંત દરેક એકમમાં વજન - માપને લગતા જરૂરી ઉપકરણો ઉપલબ્ધ છે કે કેમ, દરેક ઉપકરણોમાં સરકારી સિલ છે કે કેમ વગેરેની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કુલ 62 એકમોની તપાસ કરવામાં આવી હતી,  જેમાંથી 18 એકમો પર નિયમોના ઉલ્લંઘન કરવા બદલ પ્રોસ્યુકેશન કેસ કરવામાં આવ્યાં અને કુલ 21,500 - માંડવાળ ફી સરકારમાં જમા કરાવવામાં આવી. આ ઉપરાંત, તમામ ગ્રાહકોને એમના હકોની પણ જાણકારી આપવામાં આવી હતી.


 

(10:15 PM IST)