<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

પોઇચા નદીમાં 14 તારીખની ગોઝારી ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્રના તખલઘી નિર્ણય થી સાધુ સંતોમાં રોષ

હવે નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈપણ જાતની વિધિ કરવા માટે તંત્રએ મૂક્યો પ્રતિબંધ: જાહેર જનતાને નર્મદા નદી તટથી લગભગ એક કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે:ખાસ બેરીકેટ લગાવી પોઇચા મંદિર પાસેથી જ પ્રવાસીઓને પાછા કાઢવામાં આવે છે; કોઈપણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે કરનાળી જવા માટે કહેવામાં આવે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના પોઇચા નર્મદા નદીમાં નાહવા આવેલા સુરત ના પરિવારના સાત સભ્યો પાણીમાં ડૂબી ગયાની ગોઝારી ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્રએ લીધેલા તખલઘી નિર્ણય થી સાધુ, સંતો માં ભારે રોષ છે.

તંત્ર એ આ ગોઝારી ઘટના બાદ એવો નિર્ણય કર્યો કે જેમાં નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈપણ જાતની વિધિ કરવા માટે તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યાં પ્રવેશદ્વાર નજીક બેરીકેટ લગાવી પોઇચા મંદિર પાસેથી જ પ્રવાસીઓને પાછા કાઢવામાં આવે છે, શ્રદ્ધાળુઓને કે આમ જનતાને નર્મદા નદી તટથી લગભગ એક કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છ, કોઈપણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે કરનાળી  ખાતે જવા માટે કહેવામાં આવે છે, ત્યાંથી કોઈપણ શ્રદ્ધાળુઓની ગાડી પસાર થાય તો બેરીકેટ પાસે ઉભેલા પોલીસ જવાન તેને અટકાવી કરનાળી તરફ જવા જાણ કરે છે.
સાથે સાથે પોઇચા ઘાટ ખાતે નાહવા અને કોઈપણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાથી સાધુસંતો અને શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો છે
   સુરતના ડૂબેલા 7 મૃતદેહો કાઢવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોવાથી જાહેર જનતા પર તંત્ર એ કોરડો વિંઝ્યો હોવાની વાત સંભળાઈ રહી છે, આમ તો પોઇચા, ચાંદોદ ત્રિવેણી સંગમ ખાતે પિતૃતર્પણ નો મહિમા અને નર્મદા સ્નાન નો મહિમા વધુ હોવાથી આ જગ્યા પર જ ખાસ વિધિ માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ નિષ્ફળ ગયેલા તંત્ર એ ત્યાજ પ્રતિબંધ મૂકતા વિધિ કરવા આવતા શ્રદ્ધાળુઓ નારાજ છે, આગામી દિવસોમાં ગંગા દશેરા નો ત્યોહાર આવે છે જેમાં નર્મદા સ્નાનનો મોટો મહિમા છે, તેવામાં તંત્ર એ નર્મદામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધથી મૂકી દેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે.

(10:20 PM IST)