News of Tuesday, 21st May 2024
ગુજરાત સહિત ઉત્તર ભારતના કેટલાય શહેરોમાં ભીષણ હીટવેવ મોટાભાગના રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી:જાણો લેટેસ્ટ રિપોર્ટ
લોકોને કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ:કેટલાક રાજ્યોમાં સરકારે શાળાઓમાં રજા જાહેર કરી દીધી

અમદાવાદ :ગુજરાત સહિત દેશભરના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. હીટવેવથી લોકો પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. કેટલાક રાજ્યોમાં સરકારે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.
રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું. સોમવારના રોજ દિલ્હીનું નઝફગઢ ફરી એકવાર દેશનું સૌથી ગરમ રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
સોમવારના રોજ તમિલનાડુ અને કેરળ જેવા દક્ષિણ રાજ્યોમાં વરસાદ થયો અને આ મહિનાના અંતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતના સંકેત છે.
હવામાન વિભાગ દ્વારા હીટવેવને જોતા દિલ્હીમાં આગામી પાંચ દિવસ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સોમવારે ગુજરાત, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી હતી.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
