News of Tuesday, 21st May 2024
ત્રણ બાજુ લાગેલ કયુઆરકોડ સ્કેન કરતા વાહન ચાલકની આખી કુંડળી ફટાફટ મળી જશે
પરિવારની મહિલા જેની રિક્ષા કે ટેક્ષીમાં બેઠી છે તે વ્યકિત યોગ્ય દિશામાં જ વાહન ચલાવે છે કે, બીજી દિશામાં ? ઘેર બેઠા ખબર પડી જશે અને પોલીસ કંટ્રોલરૂમમાં પણ વિગતો પહોંચી જશે ગુજરાતમાં મહિલા સુરક્ષા અંતર્ગત અમદાવાદથી પ્રારંભ, નિર્ભયા પ્રોજેકટના નોડલ ઓફિસર અને અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ મહત્વની જવાબદારી સંભાળનાર સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરીએ અકિલા સમક્ષ અથ થી ઇતિ સુધીની રસપ્રદ માહિતી પીરસી ૮૫ સ્થળે મહિલા સુરક્ષા માટે શેરીઓના થાંભલે બોક્ષ લગાડયા : ઇમરજન્સી સમયે લાલ બટન દબાવવાથી પીસીઆર વેન તુરંત સ્થળ પર મોકલવાની યોજના સાથે સરકારનું વધુ એક સરાહનીય કદમ

રાજકોટ તા. ૨૧ : ગુજરાતમાં મહિલા સુરક્ષા માટે અનેકવિધ પગલાંઓ કેન્દ્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે, ગુજરાતમાં આ મહત્વના પ્રયોગો ગુજરાતના ખૂબ મોટા અને મહત્વના શહેરોથી નિર્ભયા પ્રોજેકટ અંતર્ગત પોલીસ કમીશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધરીને નોડલ ઓફીસરની જવાબદારી આપી સુપ્રત કરેલ હોય નિર્ભયા પ્રોજેકટ અંતર્ગત એક વિશેષ મહત્વના પ્રોજેકટનો શુભારંભ થયેલ છે.
નિર્ભયા પ્રોજેકટ અંતર્ગત ત્રણ લાખ રિક્ષા, ઓલા જેવી ટેક્ષીમાં આગળ, પાછળ અને પેસેન્જર ખાસ કરી મહિલા પેસેન્જર બેઠા હશે તેની સામે ક્યુઆર કોડ લાગશે. આ ક્યૂઆર કોડ સ્કેન કરવાથી માલિક, ડ્રાઇવરની તમામ કુંડળી નીકળી જશે, તમે જેની રિક્ષા કે ટેક્ષીમાં બેઠા છો તેની અપરાધિક કુંડળી હશે તો તેની પણ જાણ થઈ જશે તેવી વ્યવસ્થા અમારા સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન હેઠળ અમારી સ્પેશ્યલ બ્રાન્ચ ટીમ દ્વારા થયેલ છે, તેમ અકિલા સાથેની વાતચીતમાં આ લોકપ્રિય આઇપીએસ અધિકારીએ જણાવ્યું હતું. તેઓ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવેલ કે, જે મહિલા કે યુવતી કે બાળા એકલી રિક્ષામાં મુસાફરી કરતી હશે તો ફેમિલી પાસે તેની વિગત પહોંચી જશે, ફેમિલી પણ ટેક્ષી, રિક્ષા યોગ્ય દિશામાં પહોંચી જાય અને રિક્ષા યોગ્ય દિશામાં જાય છે કેમ? તેની માહિતી પણ પરિવારને ઘેર બેઠા મળે તેવું અદભુત આયોજન ગુજરાત અને કેન્દ્ર દ્વારા મહિલા સુરક્ષા માટે કરવામાં આવેલ છે.
સમગ્ર ગુજરાતમાં અમદાવાદથી પ્રારંભ થવાનો છે અને પોલીસ કમિશનરનાં માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ બ્રાન્ચ વડાનાં લોક સંપર્ક અને આવા કાર્યમાં જેમની ખૂબ સૂઝ બુઝ છે તેવા અજય ચોધરીએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે ત્રણ તરફ અપાયેલ ક્યુઆર કોડ સ્કેન કરવાથી તેની વિગત પોલીસ કંટ્રોલ રૂમને પણ મળે છે, આવી મહિલા સુરક્ષા જોઇ અપરાધિક માનસિકતાવાળા હિંમત કરતા સો વખત વિચાર કરશે.
અત્રે એ યાદ રહે કે નિર્ભયા પ્રોજેકટ અંતર્ગત વિવિધ વિસ્તારોનાં સર્વે પછી અમદાવાદના ૮૫ જેટલા સ્થળો નક્કી કરી તેના પર સ્ટ્રીટ પોલ વિડિયો કોલિંગ બોક્ષ શેરીઓમાં થાંભલા પર લગાડવામાં આવ્યા છે. મહિલા સુરક્ષા અંતર્ગત રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ઊભા થયેલ બોક્ષનું ઇમરજન્સી લાલ બટન દબાવવાથી તુરંત કંટ્રોલ રૂમમાં જાણ થશે, નજીકની પીસીઆર વેન દોડી આવશે, અને મહિલાઓ દ્વારા આવા બટન દબાવી તંત્રની પરીક્ષા લેવામાં આવેલ જેમાં અમારી ટીમ ફુલ્લી પાસ થયેલ છે.
કોઇ વિસ્તારમાં લાઇટ ઓછી છે, કોઇ નાગરિક જોખમ સાથે પસાર થાય છે અને તેને શંકા જેવું લાગે ત્યારે બોક્ષમાં રહેલ લાલ બટન દબાવવાથી તેમાં જે નાઇટ વીઝન કેમેરા લાગ્યા છે તે ખુલ્લી જશે, અને બોક્ષ એકિટવ થવા સાથે પીસીઆર વાનને વિશેષ ગોઠવણ મુજબ સંકેત આપતા પીસીઆર વાન ગણતરીની મિનિટમાં સ્થળ પર આવી સંબંધક વ્યકિતને મદદ કરશે. અંધારા જેવા સ્થળ પર સબંધક વિભાગ દ્વારા રોશની વ્યવસ્થા થાય તે પહેલા એ વિસ્તારમાં લાઇટ વધે તે પ્રકારની વ્યવસ્થા પોલીસ કંટ્રોલ કે અધિકારીઓ પોતાના મોબાઇલ કે લેપટોપ દ્વારા કરશે તેમ અજય ચૌધરી દ્વારા વિશેષમાં જણાવેલ.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
