<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

સપ્ટેમ્બરમાં રાજ્યની 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત અને 7000 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શકયતા

લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિક ધોરણે આ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે

અમદાવાદ :લોકસભા ચૂંટણી પરિણામ બાદ આગામી સપ્ટેમ્બરમાં  રાજ્યની 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે  જિલ્લા પંચાયત અને 7000 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી શકયતા છે, 

  રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી બે મહિનામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિક ધોરણે આ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે છે. 

  રાજ્યની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર તરીકે તલાટી ભૂમિકા ભજવી રહ્યા છે. ગામનું સંચાલન તલાટીના માથે આવી પડ્યું છે. ચૂંટણી નહીં યોજાવાના કારણે ગામડાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. રસ્તા, પાણી, આરોગ્ય, સફાઈ તેમજ દાખલા જેવી અનેક સમસ્યા ઊભી થઈ છે. આ ઉપરાંત, તલાટી પાસે એકથી વધુ ગામના ચાર્જ હોવાથી કામનું ભારણ વધારે હોય છે, ત્યારે તલાટી એક ગામમાં રહીને સમસ્યાઓને ન્યાય આપી શકતો નથી. આવા સંજોગોમાં વહીવટદાર રાજ ખતમ થાય અને વહેલાસર ચૂંટણી યોજાય તે જરૂરી છે.

(1:47 PM IST)