News of Tuesday, 21st May 2024
અમદાવાદમાં પકડાયેલ ખુંખાર આતંકવાદીઓનો બચાવ નહિ કરવા જીલ્લા બાર એસો.નો ઠરાવ
ગુજરાતની એ.ટી.એસ.ની ટીમને અભિનંદન પાઠવતા એન.આર.જાડેજા

રાજકોટ તા.ર૧ : અમદાવાદ ખાતે પડકાયેલ આઇ.એસ.આઇ.ના ચાર સ્યુસાઇડ બોમ્બરમાં બચાવમાં કોઇ વકિલોએ નહિ રોકાવવા રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનનો ઠરાવ કરેલ છે.
ભારત દેશની શાંતિને કહોળવા માટે વિદેશમાંથી છાશવારે આંતકવાદી પ્રવળતિને પ્રોત્સાહન મળી રહેલ છે તેમાં વિશ્વનો સૌથી ખતરનાક આંતકવાદી સંગઠન ભાઈ.એસ.ભાઈ.એસ. મોખરાનું સ્થાન ધરાવે છે. આ આઈ.એસ.આઈ.એસ. સંગઠન ભાલ સમગ્ર વિશ્વની શાંતિ માટે ખતરો બની ગયેલ છે અને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી વિશ્વવ્યાપી આંતકવાદી પ્રવળતિઓ નાથવા અને સમગ્ર વિશ્વમાં શાતિ સ્થપાય તે માટે વિશ્વવ્યાપી પ્રયત્નો કરી રહેલ છે ત્યારે એ.ટી.એસ.ની ટિમે ગુજરાત અને ભારતમાં આંતક ફેલાવવાનું વધુ એક કાયસુ નિષ્ફળ બનાવવના પગલે અમદાવાદ એરપોર્ટ પરથી એ.ટી.એસ. ગુજરાત દ્વારા આઈ.એસ.આઈ.એસ.નો ચાર સ્યુસાઈડ બોમ્બર મોહમ્મદ મુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રસહીન અને મોહમ્મદ ફારિસની ઘરપકડ કરવામાં આવેલ છે અને એ.ટી.એસ.ની તપાસ દરમ્યાન તેઓ ગુજરાત રાજયમાં ભાજ૫ આર.એસ.એસ., ખ્રિસ્તિ અને યહુદીઓને નિશાન બનાવવાનો પ્લાન હતો
આ તપાસ દરમ્યાન એક આંતકવાદીનો મોબાઈલમાં આવેલ લોકેશનથી એક પિસ્ટલ પણ મળી આવેલ છે અને વધુ તપાસ એ.ટી.એસ.ની ટીમ દ્વારા કરાઈ રહેલ છે. ત્યારે આવી ધર્મ વિરૂધ્ધની દેશદોહી અને આંતકવાદી પ્રવળતિ સાથે સંકળાયેલ તમામ આરોપીઓનાં બચાવ કરવા તેમના વતી કોઈ વકિલ ન રોકાય તે માટે ઠરાવ કરવામાં આવેલ છે અને આવા તત્વોના વકિલ તરીકે કોઈપણ વકિલ ન રોકાય તે માટે રાજકોટ ડિસ્ટ્રિક બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ જગદીશ ચોટલીયા, સેક્રેટરી નયનાબેન ચૌહાણ તથા અશ્વિન ગોસાઈ, જોઈન્ટ સેક્રેટરી કેતન મંડ તથા જતીન ઠકકર, ટ્રેઝરર નિરવ પંડયા તથા હિરેન રૈયાણી, લાઈબ્રેરી સેક્રેટરી વિરેન રાણીગા તથા નિવિદ પારેખ તેમજ કારોબારી સભ્યો હર્ષદ બારૈયા, બિનલબેન મહેતા, ઈસ્માઈલ પરાસરા, શૈલેષ સુચક, અંજુબેન ચૌહાણ, ધર્મેશ સિધ્ધપુરા, અજયસિંહ ચુડાસમા, નળપેન ભાવસાર, કિર્તિસિંહ ઝાલા, વિજય જોષી તથા મહિલા રીપ્રેઝન્ટેટિવ લક્ષ્િમબેન જાદવ કો-ઓપ્ટ મેમ્બર કલ્પેશ નશીત, શ્રેયશ શુકલા તથા સાગર મેતાએ અનુરોધ કરેલ છે. અને પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને એટીએસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
