<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

અમદાવાદ ખાતે ગીતાર્થ ગંગા સંસ્‍થા દ્વારા આર્ય યુગ કોષ એક એન્‍સાઇક્‍લોપીડીયાનું અનાવરણ

દેશ-વિદેશના તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા કરાઇ : આર્ય યુગ કોષની શોભાયાત્રા નિકળીઃ પૂ.જૈનાચાર્ય યુગભૂષણસુરીજીએ આર્શીવચન પાઠવ્‍યા

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ ગીતાર્થ ગંગા ધાર્મિક સંશોધન સંસ્‍થા દ્વારા અમદાવાદ ખાતે આર્ય યુગકોષના એક એન્‍સાઈક્‍લોપિડીયાના અનાવરણ સાથે ગહન જ્ઞાનના વિશ્વમાં એક ઐતિહાસિક યોગદાનનું અનાવરણ કર્યું.

જે અંતર્ગત ૧૮ મે ના રોજ સાંજે ૭:૩૦ વાગ્‍યે ઓનલાઇન અને Physical (હાઈબ્રીડ) પેનલ ચર્ચાનું આયોજન, અમદાવાદ સ્‍થિત વિશ્વકોષ ભવનમાં કરવામાં આવ્‍યું હતું જેમાં દેશ અને વિદેશથી અનેક મહાનુભાવો જોડાયા હતા અને આ પ્રસંગે આપણા પ્રાચીન દ્રષ્ટાઓની બૌદ્ધિક ઊંડાણ, વિદ્વત્તાપૂર્ણ સમર્પણ અને કાલાતીત જ્ઞાન પર ચર્ચા કરી હતી.

પેનલ ચર્ચામાં રાષ્ટ્ર અને વિશ્વના પ્રતિષ્ઠિત વક્‍તાઓએ ભાગ લીધો હતો. ડો. જસવંત મોદી મુખ્‍ય અતિથિ તરીકે, IB ના ભૂતપૂર્વ વડા શ્રી રાજીવ જૈન સાથે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.  પરમ પૂજય ચીના જિયાર સ્‍વામીજીએ પણ વિશેષ અતિથિ તરીકે પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. ઉપસ્‍થિત અન્‍ય પ્રતિષ્ઠિત વક્‍તાઓમાં પદ્મશ્રી પુરસ્‍કારથી સન્‍માનિત શ્રી કુમારપાલ દેસાઈ, ડો. સુલેખા જૈન, શ્રી પ્રવિણ કે શાહ (ચેરમેન, જૈના-યુએસએ), શ્રી વિનોદ કપાસી (ઓબીઈ એવોર્ડથી સન્‍માનિત, યુકે) વગેરેનો સમાવેશ થયો હતો.

આધ્‍યાત્‍મિક ગુરુ એચ.એચ.ચીના જિયાર સ્‍વામીજીએ પેનલ ડિસ્‍કશનને સંબોધન કરતી વખતે ગીતાર્થ ગંગા દ્વારા કરવામાં આવેલ કામથી પ્રભાવિત થઇ જણાવ્‍યું કે ભારતમાં કેટલીક સ્‍પિરીચ્‍યુઅલ સંશોધન કરતી સંસ્‍થાઓ, ધાર્મિક ગ્રંથોના સંરક્ષણ પર કામ શરૂ કરે છે પરંતુ સંસાધનોની અને મેન્‍યુઅલ પાવરની અછત ના કારણે તે લાંબા સમય સુધી કામ ટકાવી શકતા નથી.

ભારતના ભૂતપૂર્વ Dy. NSA, હાલમાં VIF ડિરેક્‍ટર ડો. અરવિંદ ગુપ્તા,  આ કાર્ય પાછળના દાયકાઓના જબરદસ્‍ત પ્રયત્‍નોની સરાહના કરતા કહ્યું કે ‘તમે ભવિષ્‍યની પેઢીઓ માટે ખૂબ જ દુર્લભ અને ઉપયોગી કાર્ય સિદ્ધ કર્યું છે. તમારે આ મોડેલનું રહસ્‍ય શેર કરવું જોઈએ જેથી સમાન ક્ષેત્રોમાં કામ કરતા આપણા દેશમાં અન્‍ય લોકો અને જૂથોને પણ લાભ થાય.. જાણીતા ગેસ્‍ટ ઓફ ઓનર, ઇન્‍ટેલિજન્‍સ બ્‍યુરોના ભૂતપૂર્વ ડિરેક્‍ટર, શ્રી રાજીવ જૈને ટિપ્‍પણી કરી હતી કે, ઙ્કતમારા લક્ષ્ય નો જે વિસ્‍તાર છે અને જે અસાધારણતા થી તમે કાર્ય કરી રહ્યા છો તેનાથી હું પ્રભાવિત થયો છું અને આ કાર્યને આગળ ધપાવવાની જરૂર છે.'

આ કાર્યક્રમની શરૂઆત આર્યયુગ કોશની શોભાયાત્રા સાથે કરવામાં આવી હતી, જે દશા પોરવાડ સંઘના શીતલનાથ સ્‍વામી જૈન મંદિરથી સવારે ૬ વાગ્‍યે નીકળી હતી. જૈન મર્ચન્‍ટ સોસાયટીના બંગલા નં. ૭માં તેનું સમાપન થયું હતું, જયાં પરમ પૂજય જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીએ જૈન ધર્મગ્રંથો અને તેની જાળવણી અંગે એક ઊંડો પરિચય આપ્‍યો હતો. ત્‍યારબાદ, આર્ય યુગ કોષના અનાવરણ પછી તેની પૂજા અને દાતા દ્વારા યોગ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આર્યયુગ કોશના લોકાર્પણ સમયે તેમના સંબોધન દરમિયાન પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીએ જણાવ્‍યું કે, ‘વર્તમાન કાળમાં ભૌતિકતાના કારણે નાસ્‍તિકતા ચારે કોર ફેલાઈ છે. તેના કારણે વર્તમાન પેઢીનું ધર્મ, ધર્મ શાસ્ત્રો, ધર્મ શાષાોના રહસ્‍યાર્થ સાથે નું જોડાણ શિથિલ થયું છે. તેથી ધર્મના રક્ષણનો અત્‍યારે અવસર છે.  જાણિતા સાહિત્‍યકાર કુમારપાળ દેસાઈએ જણાવ્‍યું હતું કે, આ ગ્રંથ કોઈ ગુજરાત, ભારતનો નહીં પણ વિશ્વનો એવો ગ્રંથ છે કે જેમાં શ્રુતજ્ઞાનનો મહિમા છે, પરમાત્‍માની મૂળ વાણીનું સ્‍વરૂપ તો છે જ, તેમાં  મહાન આચાર્યો એ જે દેન આપણને આપી છે તે વાત છે, અગ્રણી મહાત્‍મા ,સ્‍કોલર્સે  જે લખ્‍યું છે તે પણ છે, આપણે આ ગ્રંથની પાસે જઈએ  અને ધર્મના મૂળતત્‍વને પ્રાપ્ત કરીએ, દુનિયાની બતાવીએ કે અમારી પાસે શું તત્‍વજ્ઞાન છે ,આ ‘આર્ય યુગ'નવા યુગનું સર્જન કરશે.

(3:28 PM IST)