News of Tuesday, 21st May 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સીસીઇની પરીક્ષાનું ૩૦ જુન આસપાસ પરિણામ
વર્ગ-૩ની ૫૫૫૪ જગ્યાઓ માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરિક્ષા આપી'તી

રાજકોટ, તા.૨૧: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCEની પરીક્ષા (CCE Exam) લેવામાં આવી હતી. વર્ગ-૩ની ૫૫૫૪ જગ્યાઓ પર ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે હવે નવી અપડેટ સામે આવી છે તે મુજબ આ પરીક્ષાનું પરિણામ ૩૦ જૂન આસપાસ જાહેર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું છે કે, ગ્રુપ A અને ગ્રુપ B માટેની પ્રસંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ ૨૦ મેના રોજ પૂર્ણ થઈ હતી. ૧લી એપ્રિલથી ૨૦ મે સુધીના ૧૯ દિવસોમાં ૭૧ શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. ૩૦ જૂન આસપાસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે. પરિણામ બાદ મેરીટમાં આવનારા ઉમેદવારી મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ૬૬ ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી ૫૫૫૪ જગ્યાઓ પરની પરીક્ષામાં ગ્રુપ Aમાં ૧૯૨૬ અને ગ્રુપ Bમાં ૩૬૨૮ જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ જતા હવે મેરિટના આધારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
