<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ઉર્જા મંત્રીની તમામ વીજ કંપનીઓના વડાઓ સાથે તાકિદની બેઠક : જે ગ્રાહકની ફરિયાદ છે ત્‍યાં ફરી વખત મીટર ચેક કરો

આઠ દિ'માં પ્રશ્ન હલ કરવા તાકિદ : ફરિયાદોનું ધડાધડ નિરાકરણ લાવવા સુચના

 

રાજકોટ તા. ૨૧ : રાજયમા જયારથી ગુજરાત વિદ્યુત બોર્ડની સ્‍થાપના થઇ ત્‍યારથી સાદા મીટર અને ત્‍યાર બાદ વીજ ગ્રાહકોના ઘરે ડીજીટલ મીટર લગાવવામાં આવ્‍યા છે. હવે ડીજીટલ મીટર કાઢી અને તેની જગ્‍યાએ સ્‍માર્ટ ડીજીટલ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જેમા બે કે પાંચ દિવસમાં જ બેલેન્‍સ પુરૂ થઈ જતું હોવાની વ્‍યાપક ફરીયાદો વીજ ગ્રાહકો માંથી ઉઠતા ગઈ કાલે રાજયના ઉર્જા મંત્રી તથા ઉર્જા સેક્રેટરી એ ચારેય વિજ કંપનીના એમ.ડી.ની.બેઠક બોલાવી હતી અને વીજ ગ્રાહકોની આવતી ફરીયાદનુ નિરાકરણ લાવવા માટે કડક સુચના આપવામાં આવી છે. તેમજ જે ગ્રાહકોની ફરીયાદો આવી છે તેવા ગ્રાહકોના ઘરે જઈને ફરી વખત મીટર ચેક કરવાની સુચના આપવામાં આવી છે, આઠ દિ'માં પ્રશ્ન હલ કરવા તાકિદ કરાઇ છે.

વીજ કપનીના સુત્રોના જણાવ્‍યા પ્રમાણે રાજયની ચારેય વીજ કપની જેમાં પીજીવીસીએલ, મધ્‍ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાત વીજ કંપનીમાં અત્‍યારે વીજ ગ્રાહકોને ત્‍યાં સ્‍માર્ટ ડીઝીટલ મીટર લગાવવામાં આવી રહ્યા છે પરંતુ ખાસ કરીને વીજ ગ્રાહકોમાથી એવી ફરીયાદો ઉઠતા ચારેય વિજ કંપનીના એમ.ડી.સાથે ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ અને ઉર્જા સેક્રેટરી મમતા વર્મા એ બેઠક યોજી હતી અને સ્‍માર્ટ મીટર લગાડવામાં આવ્‍યા છે અને જે વીજ ગ્રાહકોની ફરીયાદો આવી છે તેવા ગ્રાહકોની ફરિયાદનું નિરાકરણ લાવવુ અને ફરીયાદો કરી છે તેવા ગ્રાહકોના ઘરે ફરી વખત જઈને મીટર ચેક કરી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તાકીદ કરવામાં આવી હતી.

(4:24 PM IST)