<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ:170 કિ.મી.થી વધુના વાયડક્ટ અને 308 કિ.મી.નું પાયર વર્ક પૂર્ણ :21 કિ.મી.લાંબી ટનલનું કામ શરૂ

16 કિ.મી. રૂટમાં 76 હજારથી વધુ સેગ્મેન્ટની મદદથી 7,441 રિંગ્સ બનાવવામાં આવશે

અમદાવાદ અને મુંબઇ વચ્ચે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટે વેગ પકડ્યો છે. 170 કિ.મી.થી વધુના વાયડક્ટ અને 308 કિ.મી.નું પાયર વર્ક થઇ ચૂક્યું છે અને 21 કિ.મી. લાંબી ટનલનું કામ હાલ ચાલી રહ્યું છે.

  આ ટનલ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ અને શિલફાટા વચ્ચે બનાવવામાં આવી રહી છે. ત્રણ ટનલ બોરિંગ મશીન (TBMs)નો ઉપયોગ કરીને 16 કિલોમીટરનું ખોદકામ કરવામાં આવશે. જ્યારે 5 કિ.મી.ની ટનલનું કામ કરવા માટે ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવશે.

ટનલ બોરિંગ મશીનની મદદથી 16 કિ.મી.ના રૂટનું નિર્માણ કરવામાં આવશે. જેમાં 7,441 રિંગ્સ બનાવવા માટે 76,940 સેગમેન્ટ્સ નાખવામાં આવશે. ટનલ લાઇનિંગ માટે ખાસ રીંગ સેગમેન્ટ નાખવામાં આવી રહ્યા છે દરેક રીંગમાં નવ વળાંકવાળા સેગમેન્ટ અને એક કી સેગમેન્ટનો સમાવેશ થાય છે, દરેક સેગમેન્ટ 2 મીટર પહોળો અને 0.5 મીટર જાડા છે.

   સારા સ્ટ્રક્ચરલ ઇન્ટીગ્રિટ અને લાંબાગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે હાઇ સ્ટ્રેન્થ એમ70 ગ્રેડ કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મહાપેમાં 98,898 ચોરસ મીટર (9.9 હેક્ટર)ના વિસ્તારને આવરી લેતું કાસ્ટિંગ અને સ્ટેકીંગ યાર્ડ હાલમાં કાર્યરત છે. યાર્ડમાં મોલ્ડના નવ સેટ હશે, જેમાં દરેક મોલ્ડમાં 10 સેગમેન્ટ હશે. આ મોલ્ડના ચાર સેટ પહેલેથી જ સાઇટ પર ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે

  યાર્ડ વિવિધ ક્રેન્સ, ગેન્ટ્રી અને મશીનોથી સજ્જ છે જે કાસ્ટિંગ કામગીરીને સ્વચાલિત અને મિકેનાઇઝ કરે છે, જે સેગમેન્ટ્સના કાસ્ટિંગ અને સ્ટેકીંગ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાની ખાતરી આપે છે. વધુમાં, સુવિધામાં કાસ્ટિંગ શેડ, સ્ટેકીંગ એરિયા, બેચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યોરિંગ એરિયાનો સમાવેશ થશે.


 

(7:52 PM IST)