<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા સાથે ત્રિ-સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ

- ટ્રેનમાં યાત્રિકોની સતત વધતી ભીડ અને યાત્રિકોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીનેરેલતંત્રે લીધો નિર્ણય

અમદાવાદ : ટ્રેનમાં યાત્રિકોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા યાત્રિકોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા સાથે ત્રિ-સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન 17 મેથી શરુ થઈ છે, જે 30 જૂન સુધી દોડશે. આટલા દિવસમાં આ ટ્રેન 20 ફેરા લગાવશે.

ટ્રેન સંખ્યા 01920/01919 અમદાવાદ-આગ્રા કેન્ટ અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન સંખ્યા 01920 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેન 17 મેથી 30 જૂન, 2024 સુધી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી 5-30 વાગ્યે ઉપડશે, જે બીજા દિવસે સવારે 9-50 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચાડશે.

આ રીતે ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ 16 મેથી 29 જૂન 2024 સુધી દર મંગળવાર,ગુરુવાર અને શનિવારે આગ્રા કેન્ટથી રાત્ર 11-30 વાગ્યે ઉપડશે જે બીજા દિવસે બપોરે 2-30 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન આ સ્ટેશન કવર કરશે
બંને સાઈડથી આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, રુપબાસ તથા ફતેહપુર સીકરી સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનમાં સેકન્ડ એસીનો એક કોચ હશે અને થર્ડ એસીના 5 કોચ હશે તથા જનરલ શ્રેણીના 14 કોચ હશે. આ ટ્રેનના ભાડાંની વાત કરીએ તો થર્ડ એસીના 1670 રુપિયા છે જ્યારે સેકન્ડ એસીના 2270 રુપિયા છે.

ટ્રેન નંબર 01929નું બુંકિંગ 15 મેથી રિઝર્વેશન કાઉન્ટર અને IRCTCની વેબસાઈટ પર શરુ થઈ ગયું છે. વિસ્તૃત જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર વિઝિટ કરો.

આગ્રા જવા માટેની અન્ય ટ્રેનો

PARASNATH EXP (12941) જે અમદાવાદથી રાતના સવા 11 વાગ્યે ઉપડે છે.મંગળવારે જ દોડે છે.

ADI CNB SF SPL (01906) જે અમદાવાદથી બપોરના 2.10 વાગ્યે ઉપડે છે. મંગળવારે જ દોડે છે.

SBIB GWL SF EXP (22548) આ ટ્રેન અમદાવાદથી સાંજના 4.55 વાગ્યે ઉપડે છે. આ ટ્રેન મંગળવાર, શુક્રવાર અને શનિવાદે દોડે છે.

SBIB PNBE SPL (09405) આ ટ્રેન સાંજે 6.10 વાગ્ય અમદાવાદથી ઉપડે છે.

ADI AGC SF SPL (01920) આ ટ્રેન અમદાવાદથી સાંજે 5.30 વાગ્યે ઉપડે છે.

ADI PNBE SF SPL (09447) આ ટ્રેન અમદાવાદથી સાંજે 7.25 વાગ્યે ઉપડે છે. જે બુધવારે દોડે છે.

OKHA BSBS SF EXP (22969) આ ટ્રેન અમદાવાદથી રાતે સવા 11 વાગ્યે ઉપડે છે. ગુરુવારે દોડે છે.

GUWAHATI EXPRES (15635) આ ટ્રેન અમદાવાદથી રાતે 9.40 વાગ્યે ઉપડે છે. શુક્રવારે દોડે છે.

RJT BJU SPECIAL (09569) આ ટ્રેન અમદાવાદથી સાંજે સવાપાંચ વાગ્યે ઉપડે છે. શુક્રવારે દોડે છે.

KAMAKHYA EXP (15667) આ ટ્રેન અમદાવાદથી સાંજે સાંજે 9.40 વાગ્યે ઉપડે છે. શનિવારે દોડે છે

(10:01 PM IST)