News of Tuesday, 21st May 2024
કોન્ટ્રાકટરની ભૂલ : રાજપીપળા કાર માઈકલ પુલની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઈન તૂટતાં શહેરમાં પાણીની મોકાણ
કાર માઈકલ પુલ નવો બનાવવાની કામગીરી ચાલુ છે જેમાં પાણીની મુખ્ય લાઈન તૂટતા, ગઈકાલ સાંજથી પાણી માટે લોકો વલખાં મારતા જોવા મળ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા શહેરમાં રાજા રજવાડા સમયનો અડીખમ રહેલો કાર માઈકલ પુલ હાલમાં ઘણા સમયથી જોખમી સ્થતિમાં હતો જેથી પાલિકા દ્વારા હાલમાં ઘણા મહિનાઓથી આ પુલ નવો બનાવવા કોન્ટ્રાકટર ને કામગીરી સોંપાઈ છે. હાલમાં આ પુલને અડીને જતી પાણીની મુખ્ય લાઈનનું ભૂંગળું તૂટી જતાં આખા શહેરમાં પાણીની મોકાણ સર્જાઈ હતી
કાર માઈકલ પુલ હાલમાં બની રહ્યો હોય જેમાં કોન્ટ્રાકટરના કામદારો દ્વારા ઉતાવળે કે અન્ય કોઈક કારણોસર પુલ પરથી પસાર થતી આખા શહેર ને પાણી પૂરું પાડતી પાણીની લાઇન તૂટી જતા સોમવારે સાંજથી શહેરમાં પાણી નહિ આવતા કે એકદમ ઓછું આવવાની બુમ ઉઠી હતી. ત્યારે કોન્ટ્રાકટરની આ ભૂલના કારણે શહેરીજનોએ આકરી ગરમીમાં પાણી વિના વલખાં મારવા પડ્યા હતા તો શું કોન્ટ્રાકટર આ નુકશાનીની ખર્ચ આપશે..? અને આ પુલ ની બીજી તરફથી ગટર લાઈનની પાઇપ પણ પસાર થતી હોય કોન્ટ્રાકટર ના કામદારો પાણી બાદ ગટરની લાઇન ના તૂટે તેની કાળજી લે તે જરૂરી છે.
હાલમાં તો તૂટેલી પનીની મુખ્ય લાઇનને જેસીબીના પાવડા વડે અધ્ધર સપોર્ટ આપી પાણી બહાર નીકળતું બંધ કર્યું છે. પરંતુ પાલિકા તંત્ર આ ભૂલ માટે જે તે કોન્ટ્રાકટરને નોટિસ આપી નુકશાની વસૂલ કરે જેથી ભવિષ્ય માં આવી ભૂલ ન થાય.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
