News of Tuesday, 21st May 2024
ભાભી સાથે સંબંધ માટે બળજબરી કરતા દિયરને ભાભીએ ઇનકાર કરતાં પરિવાર સાથે ઘર બહાર કાઢી મૂકયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામમાથી એક મહિલાનો કોલ આવતા તેમણે જણાવેલ કે, મને મારા દિયર દ્વારા હેરાનગતિ છે, મારી સાથે જબરજસ્તીથી સંબંધ રાખવા કહે છે, મારા બે બાળકો છે, મારા પતિ મારા સાસુ તેમજ દિયર સામે કઈ બોલતાં નથી તેથી બંને એમને દબાણમાં રાખવા માંગે છે,
તેથી 181 મહિલા હેલ્પ લાઇન ટીમના કાઉન્સિલગ દ્વારા જાણવા મળેલ કે, આ દિયરના બે વખત લગ્ન થયેલ પરતું બંને સાથે છુટા-છેડા થઈ ગયા છે, દિયર કોઈ કામ ધંધો કરતા નથી, અને ઘરમાં રહી ભાભી તેમજ ભાઈને હેરાન કરે છે, તેમની પત્ની ના હોવાથી મારી સાથે સંબંધ રાખવા ધમકાવે છે, નહિ રહે તો તને કોઈની ના થવા દવ તેમ કહે છે, ભાભી એ દિયરને સંબંધ રાખવાની ના કહેતા સાસુ અને દિયરે ભાભીના પરિવારને ઘર બહાર કાઢી મુકયા હતા. તેથી આશ્રય માટે તેમજ દિયરને સમજાવવા માટે 181 ની મદદ માંગી છે.તેવું પીડિત મહિલાએ જણાવ્યું હતું.
મહિલા હેલ્પ લાઇન ટીમે દિયર, સાસુને સમજાવી કાયદાકીય માહિતી આપી, ઘરેલું હિંસા અધિનિયમ વિશે સમજણ આપી, તેથી પીડિત મહિલાના દિયર સમજી ગયા અને ભાભી માં સમાન હોય, હવે પછી ભાભી સાથે ગેરવર્તન નહી કરું, કોઈ વાત માટે દબાણ નહિ કરું, સૌ પરિવાર એક જ ઘરમાં રાજી ખુશીથી રહીશું તેવી ખાતરી આપેલ,અને સારું પાત્ર શોધી લગ્ન કરીશ તેમ જણાવતા દિયરની આ વાતથી મહિલાને અને તેમના પતિને સંતોષ થતા મામલો થાળે પડ્યો હતો. આમ 181 મહિલા હેલ્પ લાઇન નર્મદા દ્વારા દિયર ભાભીના ઝઘડામાં અસરકારક સમાધાન કરવામાં આવ્યુ .
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
