<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ગરુડેશ્વર બાદ તિલકવાડા તાલુકામાં ગરમીએ એકનો ભોગ લીધો : જંગલમાં પાન તોડવા ગયેલ આધેડનું મોત

બે દિવસ પહેલા ગરુડેશ્વર તાલુકામાં લું લાગવાથી એક મહિલાના મોત બાદ હાલ તિલકવાડામાં એક પુરુષ ગરમીમાં મોતને ભેટ્યા:હાલમાં મળેલા પુરુષના મૃતદેહને જંગલી જાનવરોએ કરડી ખાતા હાડપીંજર વાળો મૃતદેહ ડી-કંપોઝ હાલતમાં મળી આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં હાલમાં પડી રહેલી ખતરનાક ગરમીમાં એક બાદ એક લોકોના જીવ જઈ રહ્યા છે જેમાં પહેલા એક મહિલાનું લું લાગવાથી મોત નિપજ્યું અને હાલમાં એક પુરુષનું પણ લું લાગતા મોત થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે

  પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર અજાણ્યો શખ્શ ઉ.વ. આશરે ૫૦ થી ૫૫ નો તિલકવાડા તાલુકાના સોઇકુવા ગામના મોરડુંગર જંગલમા ટીમરૂના પાના તોડવા માટે ગયા હતા જ્યાં જેઓ અસહ્ય ગરમીના કારણે પાણીનો શોષ પડતા અને લુ લાગવાથી મોતને ભેટ્યા હતા એમના મૃતદેહને જંગલી જાનવરોએ કરડી ખાતા હાડપીંજર વાળો મૃતદેહ ડી-કંપોઝ હાલતમાં મળી આવ્યો હતો. તિલકવાડા પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

(10:01 PM IST)